હાલોલ નગર સહિત પંથકમાં આજે ઢળતી સાંજે એકાએક પૂરઝડપે વાવાઝોડું ફૂંકાયા બાદ વરસાદનુ આગમન
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૫.૨૦૨૫
છેલ્લા ઘણા દિવસથી લોકો કાળજાર ગરમીને લઈ ત્રાહિમામ પોકારી ગયા હતા.ગરમીનો પારો ઉંચો ચડ્યો હોવાને કારણે લોકો ગરમીથી અને બફારાથી કંટાળી ગયા હતા.દરમિયાન આજે સોમવારની ઢળતી સાંજે એકાએક કમોસમી વાતાવરણમાં પલટો થઈ જતા ની સાથે એકાએક પૂરઝડપે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું.પૂરઝડપે ફુંકાયેલા વાવાઝોડાને લઈ નગરના કેટલાક વિસ્તારોમાં ઊભા કરેલા હોડિગ બોર્ડ તથા કેટલીક દુકાનોના છાપરા ઉડી ગયા હતા.તેમજ કેટલીક જગ્યાએ ઝાડ પડી જવાના બનાવો બન્યા હતા.તેમજ કમોસમી તોફાની પવન ફુંકાતા વાવાઝોડા ને લઇ લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. સાથે સાથે વીજ પુરવઠો ખોરવાઈ જતા નગરમાં મોડી સાંજે જીવન જરૂરિયાત ની ખરીદી કરવા નીકળેલા તેમજ પોતાના વેપાર ધંધા તેમજ નોકરી પરથી પરત ઘરે જતા લોકો રસ્તામાં અટવાયા હતા. વાવાઝોડાને કારણે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી.એ જ સમયે લોકો બચવા માટેનો સહારો શોધી રહ્યા હતા જે જગ્યા પર સહી સલામત લાગી તેવી જગ્યા પર લોકો રોકાઈ ગયા હતા.પૂરઝડપે ફુંકાયેલા વાવાઝોડા બાદ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.જેને લઈ લોકોનું જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.