BHARUCHJHAGADIYA

ઉમલ્લા થી અંબાજી પગપાળા રથ 52 ગજ ની ધજા સાથે રવાના થયો

ઉમલ્લા થી અંબાજી પગપાળા રથ 52 ગજ ની ધજા સાથે રવાના થયો

ભરૂચ સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા થી આજ રોજ સાંસદ મનસુખ વસાવા તેમજ અગ્રણીઓ તેમજ માના ભકતો દ્વારા માઁ અંબાની આરતી બાદ મહા પ્રસાદી લઈ પ્રસ્થાન કર્યું હતું આ સંઘ ભાદરવી પૂર્ણિમાએ જગત જનનીમાં અંબાના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે , ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઇ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે .બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે.ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માઁ અંબાને રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માંના ચરણે શિષ નમાવવા જાય છે.જગત જનની મા અંબાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઉમલ્લા થી અંબાજી સુધી પદયાત્રા નું આયોજન કરાતા ઝઘડિયા તાલુકાના અલગ – અલગ ગામેથી માના ભક્ત પરીમલ ભાઈ પટેલ ની આગેવાની મા કુલ 100 થી વધારે પદયાત્રીઓ આજે ઉમલ્લા થી અંબાજી ધામ જવા રવાના થયા . ઉમલ્લા થી અંબાજી ની રથયાત્રા 21 વર્ષથી ઝઘડિયા તાલુકાના અલગ – અલગ ગામેથી 100 જેટલા પદયાત્રીઓ રથ મા જોડાયા છે .ઉમલ્લા થી અંબાજી 52 ગજની ધજા લઈ ને અંબાજી જાય છે અને આ 52 ગજ ની ધ્વજા તેરસના દિવસે મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે ઉમલ્લા થી અંબાજી અંદાજીત 405 કિલોમીટરનું અંતર થાય છે અને ઉમલ્લા થી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ ૧૨ થી ૧૪ દિવસ લાગે છે. મા અંબાજી ના દરબારમાં પહોંચી શ્રદ્ધા પૂર્વક માતા ને વંદન કરશે .

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!