તા.૧૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકાર દ્વારા પશુ દવાખાનાઓ થકી અબોલ પશુઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. તા.૧૪ ના રોજ ખારચિયા ગામના પશુપાલકે પોતાના બળદને કમોડી એટલે કે શિંગડાનું કેન્સર હોવા વિષે ૧૯૬૨ પર પશુ દવાખાનું છાસિયાને જાણ કરી હતી.
રાજકોટ વિભાગના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પ્રિયંક પટેલ તથા ફરતા પશુ દવાખાનાંના ડોક્ટર અભી ફોતરીયા તેમજ પાયલોટ કમ ડ્રેસર દેવરાજભાઈ અને દેવશીભાઈ લુણીએ તાત્કાલિક ધોરણે ખારચિયા પશુપાલકના ઘરે પહોંચી અબુધ બળદનું ઓપરેશન કરી, બળદને આ અસહ્ય પીડામાંથી મુક્ત કર્યું હતું. આમ ગુજરાત સરકાર તેમજ ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત પશુ દવાખાનું છેવાડામાં રહેતા પશુપાલકો માટે પણ વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે.