GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બગથળા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળODF plus Model જાહેર કરાયું

મોરબીના બગથળા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળODF plus Model જાહેર કરાયું

ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે સરપંચશ્રીને પ્રમાણપત્ર એનાયત કરાયું

સમગ્ર ગુજરાતમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા થકી સરકારની અનેકવિધ યોજનાઓના લાભો ગ્રામજનોને ઘર આંગણે મળી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.

મોરબીના બગથળા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથને ગ્રામજનોએ આવકાર્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ODF plus model ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા બગથળા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરી સરપંચશ્રી પરેશભાઈ આંબલીયાને પ્રમાણપત્ર એનાયત કરી અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!