GUJARAT

Rajkot; “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” રાજકોટ જિલ્લાના મોઢુકા, ભાડલા, પડધરી ખાતે જનકલ્યાણ શિબિરમાં નાગરિકોને ઘરઆંગણે મળ્યો સરકારી સેવાઓનો લાભ

તા.૧૫/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, સમગ્ર રાજકોટ જિલ્લામાં “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિગમ સાથે વિવિધ જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારની વિવિધ લોકઉપયોગી અને કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના નાગરિકો સુધી બહોળા પ્રમાણમાં પહોંચે અને પાત્રતા ધરાવતા તમામ પ્રજાજનોને તેનો લાભ ઘરઆંગણે મળી રહે તેવા ઉમદા હેતુથી આ શિબિરો યોજાઈ રહી છે.

જે અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના મોઢુકા પ્રાથમિક શાળા ખાતે, જસદણ તાલુકાના ભાડલા હાઈસ્કૂલ ખાતે તેમજ પડધરીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. જેમાં સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. આ સાથે સ્થળ પર જ પાત્રતા ધરાવતા અરજદારોને વિવિધ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જનકલ્યાણ શિબિરો દરમિયાન કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ ૧૫ જેટલી યોજનાઓ અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકો પાસેથી સ્થળ પર જ અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે અને ગ્રામજનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!