GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના ખેડૂતો જોગઃ નવીન આઈખેડૂત પોર્ટલ ૧૫ મે સુધી ખુલ્લું મુકાયું

તા.૨૪/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી થઈ શકશે

Rajkot: વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in આગામી ૧૫મી મે સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

પોર્ટલ પર અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે. ત્યાર બાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે. જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજૂરી આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છુક ખેડૂત મિત્રોને સમયસર અરજી કરવા રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!