GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાઇના પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે ખેડૂત મિત્રો આટલું કરો

તા.૧૭/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

તળછારો રોગને અટકાવવા માટે બે થી ત્રણ વર્ષ માટે પાકની ફેરબદલી કરવી

Rajkot: રાઇના પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે ખેડૂત મિત્રોએ વાવણી પહેલા વાવણી સમયે લેવાના પગલાં અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

જે મુજબ તળછારો રોગને અટકાવવા માટે બે થી ત્રણ વર્ષ માટે પાકની ફેરબદલી કરવી, રોગિષ્ટ અવશેષોનો નાશ કરવો, રોગમુક્ત પ્રમાણિત બિયારણની પસંદગી કરવી,

જીએમ ૭(બનાસ અનમોલ), ગુજરાત આણંદ રાઇ -૮ (આણંદ હેમા) જેવી ભૂકી છારો રોગપ્રતિકારક નવીન જાતો વાવેતર કરવાની ભલામણ છે. બિયારણને વાવતા પહેલાં ફૂગનાશક દવા થાયરમ અથવા કેપ્ટાન (૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) અથવા એપ્રોન (મેટાલેક્ષીલ) ૩૫ એસ ડી નો ૬ ગ્રામ/ કિ.ગ્રા. બીજ દીઠ પટ આપવો. ભલામણ મુજબ નાઇટ્રોજનયુક્ત ખાતર અને પિયત આપવાનો આગ્રહ રાખવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે. વધુ જાણકારી માટે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!