Rajkot: રાજકોટમાં ‘‘તાલુકા સ્વાગત’’માં વિધવા બહેનોની ગંગાસ્વરૂપા આર્થિક સહાય તત્કાલ મંજૂર કરાઈ
તા.૭/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાષ્ટ્રીય કુટુંબ સહાય તેમજ નિરાધાર વૃદ્ધ સહાયની અરજીઓ પણ સત્વરે મંજૂર કરવામાં આવી
Rajkot: રાજ્યમાં ‘‘મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’’ અનેક નાગરિકોના પ્રશ્નોનું તત્કાલ નિરાકરણ લાવવા માટે અસરકારક માધ્યમ બન્યો છે. સ્વાગત થકી પ્રશ્નોના નિકાલની સાથે નાગરિકોને વિવિધ યોજનાકીય લાભો અને સરકારી સહાય પણ સત્વરે મળવા લાગી છે.
રાજકોટમાં તાજેતરમાં યોજાયેલા “તાલુકા સ્વાગત” કાર્યક્રમ થકી વિવિધ વિસ્તારના ૬ જેટલા ગંગાસ્વરૂપા બહેનોની ગંગાસ્વરૂપા આર્થિક સહાય સત્વરે મંજૂર કરવામાં આવી છે.
રાજકોટમાં પૂર્વ મામલતદાર કચેરી દ્વારા હાલમાં તાલુકાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગંગા સ્વરૂપા સહાય મેળવવા માગતાં ૬ અરજદારોની અરજી આવી હતી. વહિવટી તંત્રએ આ અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટની તુરંત પૂર્તિ કરાવીને સહાય અરજી તાત્કાલિક મંજૂર કરી હતી.
આ ઉપરાંત “રાષ્ટ્રીય કુટુંબ સહાય” યોજનાના બે અને “નિરાધાર વૃદ્ધ સહાય”ના ચાર અરજદારોની અરજીની ચકાસણી કરીને સહાય-અરજીઓ પણ તત્કાલ મંજૂર કરાઈ હતી.
આમ સ્વાગત ફરિયાદ નિવારણ થકી નાગરિકોની સરકારી સહાય માટેની અરજીઓ સત્વરે મંજૂર થતી હોવાથી તેઓને કચેરીના ધક્કા મટ્યા છે અને પ્રજાલક્ષી પ્રશાસનનો અહેસાસ કરી રહ્યા છે.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel