સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા, સાયલા સહિત તાલુકાની આમ જનતાની ફરિયાદ રજૂઆતો સાંભળવામાં આવશે.

તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશકુમાર પંડ્યા દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદેશથી લોક ઉપયોગી સકારાત્મક કામગીરીના ભાગરૂપે વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોકસંવાદનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ડીવીઝનના ડીવાયએસપી તથા લીંબડી ડીવીઝનના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ સમક્ષ રજુઆત કરવા માટે સમગ્ર લીંબડી ડીવીઝન વિસ્તારના લીંબડી, ચુડા, સાયલા, ચોટીલા, થાનગઢ તાલુકાના નાગરિકોને હાજર રહેવા અપીલ કરવામાં આવે છે સુરેન્દ્રનગર જીલ્લામાં આયોજીત આ લોકસંપર્કના પ્રથમ તબકકામાં અગાઉ સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ડીવીઝનના ચોટીલા સરકીટ હાઉસ ખાતે લોકસંપર્ક કરવામાં આવતા પ્રજા દ્વારા એવો પ્રતિસાદ સાંપડેલ હતો પીડીત નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજુઆત ફાયદો સંપૂર્ણપણે નિરાકરણ લાવવામાં આવેલ હતું આમ વ્યાજખોરીને લગતી સમસ્યાનું નિરાકરણ કરવા, માથાભારે, લુખ્ખા આવારા તત્વો દ્વારા શહેરના સારા અને પ્રતિષ્ઠીત નાગરિકોની સામે અસામાજીક પ્રવૃતિ સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ કટીબધ્ધ છે આ લોકસંપર્કમાં વ્યાજખોરો સામે ભોગ બનેલા લીંબડી ડીવીઝનના નાગરિકોને વ્યાજખોરી માંથી મુક્ત કરવા વ્યાજખોરીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવ માટે લીંબડી ડીવીઝન પોલીસ સતત પ્રયત્નશીલ હોય છે જે અંતર્ગત લોકસંપર્કનો બીજો તબકકો લીંબડી ડીવીઝનના સાયલા તાલુકામાં લાલજી મહારાજની જગ્યા ખાતે રાખવામાં આવેલ હોય જ્યાં લોકસંપર્ક કરવામાં આવેલ છે આમ સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ડીવી-પોલીસ સતત પ્રયત્નશીલ રહેશે જે કોઇ વ્યકિતએ નાણા ધીરધાર મંડળી પાસેથી નિયત કરતા વધુ વ્યાજ આપી લોન લીધેલ હોય તેમજ મોરગેઝ પેટે મોટી કિંમતનો જમીન-મકાનના દસ્તાવેજ પ્રોમીસરી નોટ ચેક અને તેઓને આપેલ નાણા-વ્યાજ ચુકવી આપેલ હોય છતાં છેતરપીંડી કે વિશ્ર્વાસ ઘાત કરી પરત કરતા ન હોય તેઓ પણ રજુઆત કરી શકશે અને તેમની રજુઆતો સાંભળી સંપૂર્ણ તપાસ કરી ન્યાય અપાવવામાં આવશે સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા, સાયલા, ચોટીલા, થાનગઢ તાલુકાના નાગરિકોને પોલીસ અધિક્ષક ડીવીઝનનાઓ દ્વારા અપીલ કરવામાં આવે છે ક્યાં સ્થળે ક્યારે લોકદરબાર તા.29ને સવારે 10 કલાકે બપોરના 14 કલાક સુધી લાલજી મહારાજની જગ્યા, સાયલા પોલીસ સ્ટેશન. વી.એમ. રબારી નાયબ પોલીસ અધિક્ષક લીંબડી-મો. 99784 07896, પોલીસ ક્ધટ્રોલરૂમ સુરેન્દ્રનગર-02752282452, એમ.એચ. પુવાર સર્કલ પો.ઇન્સ. લીંબડી, આઇ.બી. વલવી પો.ઇન્સ. ચોટીલા, મો. 63596 26217, ઝેડ.એલ.ઓડેદરા-લીંબડી-93596 26204, પી.બી.જાડેજા-પાણશીણા-63596 26201, એચ.એચ.જાડેજા-ચુડા-મો.નં. 63596 26207, એન.એસ.પરમાર-ચોલીટા, વી.કે. ખાંટ- થાનગઢ-63596 26221, આર.જે. ગોહીલ-સાયલા-63596 26210, એ.આર. ડાંગર-ધજાળા-મો. 63596 29387, એમ.કે. પરમાર-નાની મોલડી-મો. 63596 26213.




