GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખેતીની જમીનના વેંચાણમાં નોંધ પ્રમાણીત કરવા માટેની પ્રક્રીયા ઓનલાઇન બનાવાઇ

તા.૨૦/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે તથા ઓનલાઈન પ્રકિયાના ભાગરૂપે ખેડુત ખરાઈના પ્રમાણપત્ર મેળવવાની સમગ્ર પ્રક્રિયા રાજયમાં ઓનલાઈન કરવામાં આવી છે. તથા આવી વિવિધ પરવાનગીઓ મેળવવા માટે I-ORA પોર્ટલ ઉપર ઓનલાઇન કાર્યપધ્ધતી નક્કી કરાઇ છે.

ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડુત ખાતેદાર પાસેથી ખેડુત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવે છે. ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડુત ખરાઈની ચકાસણીમાં તા.૦૬/૦૪/૧૯૯૫ અગાઉનો રેકર્ડ ધ્યાને લેવાનો રહેશે નહિં. ખેતીની જમીનની હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડુત ખાતેદારે ખેડુત ખાતેદાર હોવા બાબતનું સોગંદનામુ રજુ કરવાનું રહેશે, વેચાણ નોંધ પ્રમાણીત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે સક્ષમ મહેસુલી સત્તાધિકારીએ ખેડુત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહિ તેમજ ખેડુત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડ ચકાસણી કરી “ખેડુત ખરાઈ કરી” તે અંગેનો શેરો કરવાનો રહેશે. આમ ખેતીની જમીનના વેચાણના મુદ્દે રેકર્ડની બીન ઉપલબ્ધતા તથા ખેડુત ખરાઇ પ્રમાણપત્ર મળવા અંગે અરજદારશ્રીઓને હાલાકીઓ ન થાય તે ધ્યાને લઈ વેચાણની નોંધ પ્રમાણીત કરતી વખતે ખેડુત ખાતેદાર ખરાઇ તા.૦૬/૦૪/૧૯૯૫ પહેલાનું રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે નહીં તેવું રાજય સરકાર દ્રારા ઠરાવેલ છે.

Back to top button
error: Content is protected !!