GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “નેશનલ મિશન એડીબલ ઓઇલ- ઓઈલસીડ” યોજનામાં વેલ્યુ ચેઈન પાર્ટનર તરીકે જોડાવા ૧૦ મે સુધી અરજી કરી શકાશે

તા.૩૦/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: “નેશનલ મિશન એડીબલ ઓઇલ- ઓઈલસીડ” યોજના અંતર્ગત જિલ્લામાં ૨૦૨૫-૨૬ના વર્ષ માટે વેલ્યુ ચેઈન પાર્ટનર તરીકે કામગીરીમાં જોડાવા રાજયના એફ.પી.ઓ., કો-ઓપરેટિવ્સ, પબ્લિક કોર્પોરેશન્સ, એક્ટિવ એ.પી.એમ.સી. સંસ્થાઓ https://krushipragati.co.in (કૃષિ પ્રગતિ) પોર્ટલ ઉપર તા. ૧૦/૦૫/૨૦૨૫ ઓનલાઈન અરજી કરી શકશે. વેલ્યુ ચેઈન પાર્ટનર તરીકે કરવાની થતી કામગીરી અને લાયકાત અંગેની વધુ વિગતો માટે કૃષિ પ્રગતિ પોર્ટલ પરથી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!