GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા આધાર કાર્ડની કામગીરી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ

તા.૬/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અરજદારોની સરળતા માટે ત્રણ કાઉન્ટર કાર્યરત કરાયા

Rajkot: રાજકોટ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અરજદારોને સરળતા પડે, તેઓનો સમય બચે તે હેતુથી વિશેષ વ્યવસ્થા કરી ત્રણ કાઉન્ટર કાર્યરત કરાયા છે.

જેમા કાઉન્ટર એકનો સમય સવારે ૮ થી સાંજના ૪ કલાક સુધી જેમા સવારે ૮ થી ૯:૪૫ દરમિયાન ટોકન આપવામા આવશે. કાઉન્ટર ૨ નો સમય સવારે ૧૦ થી સાંજના ૬ કલાક સુધી રહેશે જેમા પૂછપરછ કાઉન્ટર પરથી ૯:૪૫થી ટોકન આપવામા આવશે. આ બન્ને કાઉન્ટરમાં નવા આધાર કાર્ડ તથા આધાર કાર્ડમાં જરૂરી ફેરફાર કરવા માટે, તથા કાઉન્ટર ૩ પરથી સવારે ૯ કલાક થી સાંજના ૫ કલાક દરમિયાન ફક્ત મોબાઇલ નંબર અપડેટ કરવાની કામગીરી કરાશે.

Back to top button
error: Content is protected !!