GUJARAT

RAJKOT રાજકોટ રેન્જ ટીમ દ્વારા: પાનેલીના ફુલઝર ડેમ કાંઠેથી ૧.૧૫ કરોડના મુદ્દામાલ સાથે ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ

RAJKOT રાજકોટ રેન્જ ટીમ દ્વારા: પાનેલીના ફુલઝર ડેમ કાંઠેથી ૧.૧૫ કરોડના મુદ્દામાલ સાથે ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ

 

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પાનેલી ગામના ફુલઝર ડેમ કાંઠે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ (રેતી)ની ચોરી કરતા માફિયાઓ પર રાજકોટ રેન્જ પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે દરોડો પાડીને જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર અને રેતીના મોટા સ્ટોક સહિત કુલ રૂપિયા ૧,૧૫,૦૦,૦૦૦ (એક કરોડ પંદર લાખ) નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં કુદરતી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા કડક સૂચના આપવામાં આવી હતી. જેને પગલે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) શ્રી અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) શ્રી પી.એન. મોરી, શ્રી બી.સી. મિયાત્રા, શ્રી સી.એમ. કાંતેલીયા તથા સ્ટાફે હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટ દ્વારા બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું.

ચોક્કસ હકીકત મળતા જ PSI બી.સી. મિયાત્રા તથા પોલીસ સ્ટાફના શિવરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ ચુડાસમા, દિવ્યેશભાઈ સુવા અને નિકુલભાઈ પંપાણીયા ની ટીમે ફુલઝર ડેમ કાંઠે દરોડો પાડ્યો હતો. જ્યાં ભાયાભાઈ આલાભાઈ બઢ તથા કમાભાઈ આલાભાઈ બઢ (બંને રહે. ઢાંક, તા. ઉપલેટા, જી. રાજકોટ) ના સાગરીતો વાહનો વડે ગેરકાયદે ખનીજ ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા ચાલકો, માલિકો અને વાહનોની વિગત: ૧. જેસીબી (GJ 14 M 6614): ચાલક – ધ્રુમિલ ભાવેશભાઈ ભારાઈ (રહે. ઢાંક), માલિક – કમાભાઈ બાબુભાઈ બઢ (રહે. ઢાંક) (૨.) આઈસર ટ્રેક્ટર (GJ 24 AM 0554): ચાલક – મેહુલ મેરુભાઈ કલોતરા (રહે. મોટી મારડ, ધોરાજી), માલિક – જયદીપભાઈ ભાયાભાઈ બઢ (રહે. ઢાંક) (૩.) આઇસર ટ્રેક્ટર (GJ 10 DG 0889): ચાલક – મેરુભાઈ બધાભાઈ કલોતરા (રહે. ઢાંક), માલિક – કમાભાઈ બાબુભાઈ બઢ (રહે. ઢાંક) (૪.) ડમ્પર (GJ 14 AT 4005): ચાલક – ઋત્વિક સાજુભાઈ વંદા (રહે. ગણોદ, તા. ઉપલેટા), માલિક – અશ્વિનભાઈ વાળા (રહે. ઉપલેટા) (૫.) લોડર ટ્રેક્ટર (GJ 11 AD 2257): ચાલક – હર્ષિલ હાજાભાઈ કરમટા (રહે. માંડાસન, તા. જામજોધપુર), માલિક – અરજણભાઈ ઉર્ફે જાડો રબારી (રહે. ધોરાજી) (૬.)નંબર વગરનું ડમ્પર (ચેસિસ નં. MB1HTDFC3EERP6828): ચાલક – અર્જુનભાઈ નરશીભાઈ દુડકિયા (રહે. દાદુકા, તા. કુતિયાણા, જી. પોરબંદર), માલિક – દિનેશભાઈ ડોડિયા (રહે. ઉપલેટા)

કુલ જપ્ત કરાયેલ મુદ્દામાલ (કિંમત રૂ.):૧ જેસીબી: રૂ. ૧૫,૦૦,૦૦૦/-૧ લોડર ટ્રેક્ટર: રૂ. ૧૦,૦૦,૦૦૦/-૨ ડમ્પર: રૂ. ૩૦,૦૦,૦૦૦/-૨ આઇસર ટ્રેક્ટર: રૂ. ૧૦,૦૦,૦૦૦/-ગેરકાયદે રેતીનો સ્ટોક: રૂ. ૫૦,૦૦,૦૦૦/-કુલ મુદ્દામાલ: રૂ. ૧,૧૫,૦૦,૦૦૦/ રેન્જ પોલીસે તમામ વાહનો અને રેતીનો જથ્થો સીઝ કરી ભાયાવદર પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવ્યો હતો. આ અંગે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે. કસુરવારો સામે કાયદેસરની દંડાત્મક અને કાનૂની કાર્યવાહી કરવા સારું તમામ મુદ્દામાલ અને આરોપીઓને ભાયાવદર પોલીસને સોંપવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!