GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક

૧૧/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા મુજબ, ભાદર ડેમમાં ૦.૫૬ ફૂટ, ફોફળ ડેમમાં ૦.૩૯ ફૂટ, વેણુ-૨ ડેમમાં ૨.૮૯ ફૂટ, આજી-૩ ડેમમાં ૦.૫૯ ફૂટ, ડોંડી ડેમમાં ૨.૧૩ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, નવા નીર આવ્યા છે.

ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં આવેલા નીરના કારણે ભાદર ડેમ ૧૦.૭૬ ટકા, ફોફળ ડેમ ૪૩.૧૩ ટકા, વેણુ-૨ ડેમ ૫૨.૪૭ ટકા, આજી-૩ ડેમ ૨૪.૮૩ ટકા, ડોંડી ડેમ ૪૦.૩૦ ટકા, ન્યારી-૨ ડેમ ૫૨.૬૪ ટકા ભરાયો છે. હાલ આજી-૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર તથા ભાદર-૨ ડેમનો એક દરવાજો ૦.૨૨૮ મીટર ખુલ્લો છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button