Rajkot: રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા, ચાર તા.પં.ની છ બેઠકોની પેટા ચૂંટણી માટે આજે ૧૬ મીએ મતદાન
તા.૧૫/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ચૂંટણી સ્ટાફને ચૂંટણી સામગ્રીની સોંપણી બાદ મતદાન મથકો પર રવાના…
સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશેઃ પાંચ પાલિકા વિસ્તારમાં ૨.૭૧ લાખ મતદારો
મતદાન બૂથો પર બંદોબસ્ત સાથે પીવાના પાણીની વ્યવસ્થા, દિવ્યાંગો માટે વહીલચેર રખાઈ
વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવા ખાસ વ્યવસ્થા, સંવેદનશીલ મતદાન મથકોએ વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Rajkot: રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણી માટે તા.૧૬મી ફેબ્રુઆરીએ મતદાન થનાર છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી તથા ઉપલેટા એમ પાંચ નગરપાલિકા તથા ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થશે. આ ચૂંટણીમાં સવારે સાતથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન થઈ શકશે.
રાજકોટ જિલ્લામાં નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતોની બેઠકોની પેટાચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન મુજબ, નોડલ અધિકારી શ્રી એ.કે. ગૌતમની રાહબરીમાં, તમામ રિટર્નિંગ ઓફિસરો દ્વારા તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. ભાયાવદર, જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી તથા ઉપલેટા એમ પાંચ નગરપાલિકાવિસ્તારમાં કુલ ૪૨ વોર્ડમાં ૪૬૯ ઉમેદવારો મેદાને છે. આ માટે ૩૧૭ મતદાન મથકોની રચના કરવામાં આવી છે. પાંચેય પાલિકા વિસ્તારમાં ૨,૭૧,૨૨૫ મતદારો નોંધાયા છે.
આ ઉપરાંત ઉપલેટા તાલુકા પંચાયતની ડુમીયાણી અને મોટી પાનેલી બેઠક, જસદણ તાલુકા પંચાયતની આંબરડી અને ભાડલા બેઠક, જેતપુર તાલુકા પંચાયતની પીઠડીયા બેઠક તથા ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર તાલુકા પંચાયત બેઠક – એમ છ બેઠકોની પેટા ચૂંટણી માટે પણ તા.૧૬ના રોજ મતદાન થશે. આ ચૂંટણીમાં 33 મતદાન મથકોની રચના કરવામાં આવી છે. આ ચૂંટણી માટે ૩૪,૩૨૦ મતદારો નોંધાયા છે.
ચૂંટણીના મતદાન પૂર્વે આજે ૧૫ મી ફેબ્રુઆરીએ ચૂંટણી સ્ટાફને ચૂંટણી સામગ્રીની સોંપણી કરાઈ હતી અને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. સાંજ સુધીમાં મોટાભાગના મથકો પર વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી હતી.
જિલ્લામાં પાલિકા વિસ્તારોમાં મતદાન બૂથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત-સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે પીવાના પાણીની વ્યવસ્થા તેમજ છાંયડો રહે તે માટે માંડવા નાંખવામાં આવ્યા છે. દિવ્યાંગો માટે વહીલચેરની વ્યવસ્થા તેમજ વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવા ખાસ વ્યવસ્થા સંબંધિત રિટર્નિંગ ઓફિસરો દ્વારા કરવામાં આવી છે.
મહત્ત્વનું છે કે, જિલ્લાના પાંચ પાલિકા વિસ્તારોમાં ૨૦૫ જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે ચાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ૨૦ મતદાન મથકો સંવેદનશીલ છે. જ્યાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં હથિયારધારી પોલીસ સાથે મોબાઈલ વેન, ઝોનલ પોલીસ, ડીવાય.એસ.પી. સહિતનો સુરક્ષા વ્યવસ્થામાં લાગેલો છે. શ્રમિકો, કામદારો, કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ મતદાન કરવા તેઓને ત્રણ કલાકની રજા મ કરી શકશે.