Rajkot: વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી: પ્લાસ્ટિક પ્રદુષણ મૂક્ત રેલવે સ્ટેશનો બનાવવા મુસાફરોનો સહયોગ જરૂરી: રાજકોટ રેલવે બોર્ડ દ્વારા ઓવેરનેસ કાર્યક્રમો યોજાયા
તા.૨/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રેલવે બોર્ડ દ્વારા ૨૨ મે થી પર્યાવરણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન થાય તે માટે લોકોનો સહયોગ તેમજ પ્લાસ્ટિક પ્રદુષણથી પર્યાવરણને થતું નુકસાન રોકવા અવેરનેસ કાર્યક્રમો યોજાયા હતા.
જે અંતર્ગત રાજકોટ રેલવે બોર્ડ દ્વારા તા.૨૨ અને તા.૨૩ મે ના રોજ પ્લાસ્ટિકમુક્તિ અંગેની પ્રભાતફેરી યોજાઈ હતી.
તા.૨૪ ના રોજ પ્લાસ્ટિકમુક્તિ માટે વિવિધ રેલવે સ્ટેશનમાં બેનર્સ અને પોસ્ટર્સ લગાવી કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે વર્કશોપ યોજાયો હતો. તેમજ મુસાફરો જો પીવાના પાણી માટે પોતાની જ બોટલનો ઉપયોગ કરે તો તેનાથી અટકતા પ્લાસ્ટિક પ્રદુષણ અંગેના બેનર્સ લગાવાયા હતા.
તા.૨૫ થી તા.૨૭ મે દરમિયાન રેલવે સ્ટેશનમાં વિવિધ રંગની કચરાપેટી મુકાવી મુસાફરોને સૂકો કચરો, ભીનો કચરો અને પ્લાસ્ટિક અલગ પેટીમાં મુકવા અપીલ કરી રેલવે સ્ટેશનના ટોયલેટમાં સફાઈ અભિયાન હાથ ધરી ફૂડ સ્ટોલ ધારકોને પણ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે વાકેફ કરાયા હતા.