PATANSIDHPUR

સિદ્ધપુરમાં 77મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે ઠેર ઠેર ધ્વજારોહણ કરી પર્વ ની ઉજવણી કરાઈ

સિદ્ધપુરમાં 77મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે ઠેર ઠેર ધ્વજારોહણ કરી પર્વ ની ઉજવણી કરાઈ

 

મામલતદાર કચેરી,તા.પંચાયત , સિવિલ હોસ્પિટલ , રેલવે સ્ટેશન , ખોલવાડા સહીત ની વિવિધ શાળાઓ મા ધ્વજારોહણ કરાયુ

 

સિદ્ધપુરના સિદ્ધાર્થ ટાઉનશીપ મેદાન, ખોલવાડા ખાતે તાલુકા કક્ષાના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં કરાઈ

 

સિદ્ધપુર તાલુકામાં ૧૫મી ઓગસ્ટે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તાલુકાની વિવિધ શાળાઓ, સંસ્થાઓ તેમજ કોર્ટ કંપાઉન્ડમાં કરવામાં આવી હતી જેમાં તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી સિદ્ધાર્થ ટાઉનશીપ મેદાન, ખોલવાડા ખાતે કરવામાં આવી હતી જેમાં સિદ્ધપુર પ્રાંત અધિકારી ડો.સંકેત પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેને લઈ પરિસર આખું ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સિદ્ધપુર મામલતદાર , તાલુકા ખોલવાડા ગામના સરપંચ તેમજ વિકાસ અધિકારી, પીએસઆઇ સહિતના વન વિભાગના  અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

શહેરની સરકારી , ખાનગી સંસ્થાઓ સહીત વિવિધ સોસાયટીઓ , શેરી મોહલ્લાઓમા ધ્વજવંદન કરાયુ હતુ

 

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકા મા 15 ઓગેસ્ટે 77મા સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમા તાલુકાની સરકારી કચેરીઓ, કોર્ટ , શાળાઓ તેમજ કોલેજોમાં 77 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. સિદ્ધપુર મામલતદાર કચેરી, સિદ્ધપુર તાલુકા પંચાયત , સિદ્ધપુર નગર પાલિકા, સિદ્ધપુર સિવિલ કોર્ટ, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી તેમજ સિદ્ધપુર બસ સ્ટેશન,રેલવે સ્ટેશન ખાતે ધ્વજારોહન કરાયું હતુ. આ ઉપરાંત દેથળી રોડ પર આવેલી યોગાંજલી વિદ્યાવિહાર સહીત, ખોલવાડા પ્રા.શાળા , એલ.એસ.હાઇસ્કુલ,પી.જે હાઇસ્કુલ,એમ.પી.હાઇસ્કુલ ,શ્રી સ્થળ હાઇસ્કુલ સહીત ની શહેરની વિવિધ માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં તેમજ સિદ્ધપુરના ફુલપુરા ગામની પ્રા. કુમાર શાળામાં, બિલિયાની પ્રકાશ વિધાલય અને સી.એસ.પટેલ ઉ.મા.શાળામાં , રાજપૂર ની કન્યા પ્રા.શાળામા ધ્વજવંદન કરાયું હતુ.આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.જેથી શહેર આખુ દેશ ભક્તિના રંગે રંગાયુ હતુ.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, પાટણ

 

 

 

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!