ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો, 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા
ખેડા અને નડિયાદમાં કોરોનાનો એક કેસ નોધાયો છે. 8 મહિનાની બાળકી કોરોના પોઝિટિવ આવી છે.
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. કોરોનાના કેસ અગાઉ જે પ્રકારે વધતા હતા તે જ પ્રકારે અને તે જ સ્પિડથી વધવા લાગતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. અમદાવાદમાં પણ કોરોનાના કેસ વનમાં લાગેલી આગની જેમ ફેલાઇ રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે અને છેલ્લા 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા છે. શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે. બાકીનાં તમામ અન્ય દર્દીઓને હોમ આઈસિલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અચાનક કોરોના ફરી એકવાર ગુજરાતમાં પરત ફર્યો હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. મે મહિનામાં કેસમાં ઉછાળો નોંધવામાં આવ્યો છે. 38 કેસ માત્ર મેં મહિનામાં નોંધાયા છે. 38 પૈકી 31 એક્ટિવ કેસ છે. AMC સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. SVP શારદાબેન અને એલ જી હોસ્પિટલમ વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે.
ખેડા અને નડિયાદમાં કોરોનાનો એક કેસ નોધાયો છે. 8 મહિનાની બાળકી કોરોના પોઝિટિવ આવી છે. બાળકીને 20 તારીખથી તાવ આવતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવી હતી. બાળકીને તાવ આવતા ગઈકાલે કરાવ્યો રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ કાઢતા બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનુ જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા માતા-પિતા બાળકીને લઈને વડોદરા ગયા હતા. વડોદરાથી આવ્યા બાદ બાળકીની તબિયત લથડી હતી.
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 કોરોનાના નવા કેસ નોંધાયા છે. શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે. બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં છે. તો કડીમાં પણ એક યુવક પોઝિટિવ છે. મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. મે મહિનામાં 38 કેસ નોંધાયા છે. જે પૈકી 31 કેસ એક્ટિવ છે. આ સાથે AMC સંચાલિત SVP, શારદાબેન અને એલ.જી.હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે.
રાજકોટમાં પણ ફરી એક વખત કોરોનાનો કેસ નોંધાયો છે. 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ન્યુ ઓમનગર વિસ્તારમાંથી પોઝિટિવ કેસ નોંધાયો છે. 43 વર્ષીય વ્યક્તિને હોમ આઇસોલેટ કરવામાં આવ્યો છે. વિદેશથી પરત આવ્યા બાદ કોરોના પોઝિટિવ આવ્યો છે.