NAVSARI

નવસારી જિલ્લાની રાનકુવા હાઇસ્કુલનો એનસીસી નેવી રાજપીપળા CATC કેમ્પ સંપન્ન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા શાળામાં વર્ષ ૨૦૧૭ થી એન.સી.સી નેવી યુનિટ કાર્યરત છે. વાર્ષિક ટ્રેનિંગના ભાગરૂપે કેડેટસને ફરજિયાત એક કેમ્પમાં તાલીમ મેળવવાની હોય છે ૯ ગુજરાત નેવલ યુનિટ નવસારી આયોજિત એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ રાજપીપળા જીતનગર ખાતે યોજાયો હતો . આ કેમ્પમાં રાનકુવા શાળાના 56 એન.સી.સી નેવી કેડેટ ભાગ લીધો હતો, કેમ્પ દરમિયાન ફાયરિંગ, ડ્રિલ, સિમાપોર,બોટપુલિંગ ,સશસ્ત્રદળોમાં જવાની તાલીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ ટ્રાફિકનિયમન, રેડક્રોસ રાજપીપળા દ્વારા CRP પ્રાથમિક સારવાર તાલીમ અને ઇન્ડિયન નેવીને લગતા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. વિવિધ રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ એન. સી.સી. કેડેટસને નેતૃત્વની તાલીમ મળી હતી. શાળાના કેડેટ મિલન પટેલ બેસ્ટ ફાયરિંગ માટે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ફાયરિંગમાં દ્વિતીય ક્રમ પણ રાનકુવાના કેડેટ રોનક દેસાઈએ પ્રાપ્ત કર્યો હતો  જુનિયર વિંગના શાળાના – કેડેટ્સ દ્વારા કેમ્પ દરમિયાન  શારીરિક અને માનસિક વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કેમ્પમાં ઓલઓવર જુનિયર વિભાગમાં રાનકુવા શાળાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, રસ્સાખેચ અને ક્વિઝ સ્પર્ધામાં પણ શાળા છવાઈ હતી
શાળાના આચાર્યશ્રી સંજયસિંહ પરમારે એસોસિએટ એન.સી.સી ઓફિસર પરેશ દેસાઈએ ૨૦૧૭ થી વર્ષ ૫ જુદા જુદા કેમ્પ દ્રારા ૭૦૦ તાલીમાર્થીઓ ને રાષ્ટ્રનિર્માણ માટે તૈયાર કર્યા તે માટે અભિનંદન આપ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી ડો રાજેશ્રી ટંડેલ અને રાનકુવા કેળવણી મંડળના પદાધિકારીઓએ પણ શુભેચ્છા આપી હતી.  9 ગુજરાત એન.સી.સી. નેવલ યુનિટ નવસારીના કમાન્ડિંગ ઓફિસર અમિત નૈનના  નેતૃત્વમાં યોજાયેલ સીએટીસી 9 કેમ્પ પૂર્ણ થયો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!