HEALTHNATIONAL

કોવિડ વેક્સિનેશનના કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો દેશભરમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને લોકોને નાની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કેટલાક લોકોએ એવી શકયતા વ્યક્ત કરી રહ્યા છે કે કોરોના મહામારી સમયે આપવામાં આવેલી કોવિડ વેક્સિનને કારણે લોકોમાં હાર્ટ એટેકનું આવવાનું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે.

ICMR દ્વારા હાલમાં જ કરવામાં આવેલા એક સંશોધનમાં આ બાબતે ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ સંશોધનમાં એવું જાણવા મળ્યું હતું કે વેક્સિનને કારણે હાર્ટ એટેકની ઘટનામાં વધારો નથી જોવા મળ્યો આવી પરિસ્થિતિમાં હવે કોવિડ રસી અને હાર્ટ એટેક વચ્ચેના સંબંધને લઈને એક નવો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

વર્ષ 2019માં ચીનમાં કોરોનાના વાયરસે દસ્તક દીધા બાદ સમગ્ર વિશ્વમાં ધીમે ધીમે કોરોના વાયરસનો રાક્ષસી પંજો ફરી વળ્યો હતો. જેમાં અનેક લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા હતા અને મોતને ભેટ્યા હતા. આવી પરીસ્થિતિમાં 2020માં નેશનવાઈડ લોકડાઉન જાહેર કરવાની નોબત આવી પડી હતી. ત્યારબાદ વેક્સિન બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં નિષ્ણાતોને સફળતા મળી હતી અને વેક્સિનની શોધ થઈ હતી અને 2021ની શરૂઆતમાં દેશના નાગરિકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

જોકે, કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં અચાનક ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો હતો. લોકોએ આ પ્રમાણ વધવા માટે વેક્સિનને જવાબદાર ગણાવીને અનેક પ્રકારના સવાલો ઊભા કરી રહ્યા છે.

2021માં કોરોના વાઈરસે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું. વેક્સિનેશન ડ્રાઈવ દરમિયાન પણ આપણા દેશમાં અનેક લોકોના મોત થયા હતા. જેમાં અમુક લોકોના હાર્ટ એટેકના પગલે મોત થયા હતા. તો અમુક લોકો કોરોના વાયરસને લઈને મોતના ખપ્પરમાં હોમાયા હતા.

કોરોના વેક્સિનને લઈએ હાર્ટ એટેકનો ખતરો વધતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ત્યારે આ મામલે ICMR દ્વારા સ્ટડી કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ બહાર આવ્યો છે. તેમાં ICMR દ્વારા યુવા વર્ગમાં કોરોના વેક્સિનેશન અને વધતા જતા હાર્ટ એટેકના કિસ્સા વચ્ચેના સંબંધને સમજવા માટે આ અભ્યાસ કરવા અંગે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હવે આ રિસર્ચમાં સામે આવ્યું છે કે કોવિડ વેક્સિનેશનને કારણે દર્દીઓમાં હૃદય સંબંધિત બિમારીઓ જોવા મળી નથી પણ આ વિપરીત વેક્સિનને કારણે દર્દીઓના જીવ બચાવવામાં મહત્વની મદદ મળી છે.

હાલમાં જે લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા. આમાંના મોટાભાગના દર્દીઓ અન્ય ઘણા રોગોથી પીડિત હતા જેમાં ડાયાબિટીસ, હાઈ બીપીનો સમાવેશ થાય છે. આ રોગોથી પીડિત લોકોને સૌથી વધુ હાર્ટ અટેક આવી રહ્યા છે, અને એમાં વેક્સિનની કોઈ ભૂમિકા જોવા મળી નથી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!