RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની શૂટિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવતી રાજકોટ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ

તા.૧૦/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીઓમાં રમતગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભ – ૩.૦નું આયોજન કરાયું હતું. જેમાં જય ઇન્ટરનેશનલ સ્કૂલ – રાજકોટ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (ડી.એલ.એલ.એસ.)એ રાજ્યકક્ષાની શૂટિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

જેમાં અન્ડર – ૧૪ વયજૂથમાં શ્રી યુગ મકવાણાએ (10m Open Sight) સુવર્ણ ચંદ્રક અને શ્રી પ્રિયાંશી પરમારે (10m Air Pistol) સુવર્ણ ચંદ્રક તેમજ અન્ડર – ૧૭ વયજૂથમાં શ્રી પૂજા મુંગરા (10m Open Sight)એ રજત ચંદ્રક અને શ્રી હર્ષ રાંક (10m Open Sight)એ કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. જેના માટે કોચશ્રી જયરાજસિંહ ગોહિલ અને ટ્રેનરશ્રી હર્ષિલ સોનીએ જહેમત ઉઠાવી હતી. આમ, ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની શૂટિંગ સ્પર્ધામાં ડી.એલ.એલ.એસ.એ બે ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી નોંધનીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

Back to top button
error: Content is protected !!