RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરાયા

તા.૨૩/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડ મુજબ ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશે આજે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે મતદાન અને મતગણતરી પ્રક્રિયાના સુચારુ આયોજનના ભાગરૂપે વોર્ડ અનુસાર કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. પ્રત્યેક કેન્દ્ર પર જ ઈવીએમની ફાળવણી, પરત સ્વીકારવાની પ્રક્રિયા અને મતગણતરી હાથ ધરવામાં આવશે.

વોર્ડ નંબર ૧થી ૩ માટે પાધી લો કોલેજ, ચૌધરી હાઈસ્કુલ કમ્પાઉન્ડ, વોર્ડ નંબર ૪થી ૬ માટે શ્રી એ.એસ.ચૌધરી હાઇસ્કુલ, વોર્ડ નંબર ૭થી ૯ માટે શ્રી એસ.વી.વિરાણી હાઈસ્કુલ, ટાગોર રોડ, વોર્ડ નંબર ૧૦થી ૧૨ માટે શ્રી એ.વી.પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટ, હેમુ ગઢવી હોલની સામે, ટાગોર રોડ, વોર્ડ નંબર ૧૩થી ૧૫ માટે શ્રી અમૃતચંદ વીરચંદ જસાણી સ્કુલ, પી.ડી.એમ. ફાટક પાસે, ગોંડલ રોડ તથા વોર્ડ નંબર ૧૬થી ૧૮ માટે શ્રી રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, રાજકોટને ઈ.વી.એમ.ના ડિસ્પેચિંગ, રિસિવિંગ અને કાઉન્ટિંગ સેન્ટર તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!