GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ દશાલાડ જ્ઞાતીના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાલીકામા જ્ઞાતીના બિનહરીફ ચુંટાયેલા મહિલા કાઉન્સિલર નુ સન્માન કરાયુ.

તારીખ ૨૬/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ દશાલાડ જ્ઞાતી દ્વારા ભાઈબીજના દિવસે જ્ઞાતીના મીલન સમારોહમાં કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ મા સામાન્ય મહિલા બેઠક ઉપરથી બીન હરીફ ચુંટાયેલા પુર્વ ઉપપ્રમુખ તુષારભાઈ શાહનાં ધર્મપત્ની શ્રીમતી કેયાબેન શાહ નું સન્માન કરવામાં આવ્યુ હતું જ્યાં મોટી સંખ્યામાં ઊપસ્થિત જ્ઞાતિજનો ની હાજરીમાં જ્ઞાતી ના પ્રમુખ શશીકાંતભાઈ પરીખ અને ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ મહેતા અને આમંત્રિત મહેમાનોની હાજરીમા લક્ષ્મી મહિલા મંડળ ના કન્વીનર કોકિલાબેન પરીખ દ્વારા જ્ઞાતીના એક માત્ર મહિલા કાઉન્સિલર નુ બુકે આપી શાલ ઓઢાડી સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે કારોબારી સભ્યો પણ હાજર રહ્યા હતા. કાઉન્સિલર કેયાબેન શાહે સૌને નવા વર્ષની શુભેરછાઓ પાઠવી પોતાના સન્માન બદલ સમસ્ત જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.






