RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી -૨૦૨૬ શ્રમયોગીઓને મતદાન તે માટે ૨૬ એપ્રિલે ‘સવેતન રજા’ આપવા સૂચના

તા.૨૨/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સતત પ્રક્રિયાવાળા એકમોમાં મતદાન માટે ૩ કલાકની સવેતન રજા આપવી અનિવાર્ય

Rajkot: રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ રાજકોટ મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, રાજકોટ જિલ્લા પંચાયત તથા રાજકોટ જિલ્લાની કુલ-૧૧ તાલુકા પંચાયતની બેઠકોની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે શ્રમ નિયામકશ્રી, ગાંધીનગર દ્વારા મતદાનના દિવસે સ્થાનિક રજા જાહેર કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાબતેની જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.

જે મુજબ મતદાર કોઈ પણ દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતા હોય અને અઠવાડિક રજા ચૂંટણીના દિવસ તા.૨૬/૦૪/૨૦૨૬ના રવિવારના રોજ ન આવતી હોય તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.આ આદેશ રોજમદાર/કેજ્યુઅલ કામદારોને પણ લાગુ પડશે.

ગેરહાજરીને કારણે ભયજનક પરિસ્થિતિ ઉભી થાય તેમ હોય અથવા અથવા તેની ગેરહાજરી વ્યાપક નુકસાનમાં પરિણમે તેમ હોય તેવા મતદારોને આ હુકમ લાગુ પડશે નહીં.

Back to top button
error: Content is protected !!