Rajkot: રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પ્રિન્ટ તથા ઇલકેટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતી જાહેરાતો અંગે આદેશ

તા.૨૨/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે જાહેરાતની વિગતો પહોંચાડવા સૂચના
Rajkot: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય / પેટાચૂંટણી અંગેની આચારસંહિતા અમલી છે. જે અન્વયે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા વિવિધ પ્રસારણ માધ્યમોમાં પ્રસારિત થતી જાહેરાતો સંદર્ભે આદેશ કરવામાં આવ્યો છે.
જે મુજબ સ્થાનિક સ્થાનિક કેબલ ટી.વી. નેટવર્ક, ટી.વી. ચેનલ, સિનેમા ગૃહો, એ.એમ. તથા એફ.એમ. રેડિયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે જેવા ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર થતી જાહેરાતોની વિગતો જાહેરનામાની તા. ૧૧/૦૪/૨૦૨૬થી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના ૦૬ કલાકથી બીજા દિવસના સવારના ૦૬ કલાક સુધીમાં કરવામાં આવેલા પ્રસારણની વિગતો બીજા દિવસે સવારના ૧૦:૩૦ કલાક સુધીમાં પ્રચાર અને મીડિયા મેનેજમેન્ટના નોડલ અધિકારીશ્રી અને સહાયક માહિતી નિયામકશ્રી, પ્રાદેશિક માહિતી કચેરી, જ્યુબીલી બાગ, રાજકોટની કચેરી ખાતે રૂબરૂ પહોંચાડવાની રહેશે. ત્યારબાદ તેની પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવાની રહેશે. જરૂરિયાતના પ્રસંગે ૨૪ કલાક પૂર્ણ થતાં પહેલા પણ કરવામાં આવેલા પ્રસારણની વિગતો માંગવામાં આવે તો રજૂ કરવાની રહેશે. આ હુકમ તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં અમલી રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે.




