RAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાના વિકાસના કામોની સમીક્ષા બેઠક પ્રભારી મંત્રીશ્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ

તા.૨૧/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

અધિકારીઓને લોકોના વિવિધ પ્રશ્નોમાં સંવેદશીલતા દાખવી

નિર્ણયની પ્રક્રિયા ઝડપી કરવા તાકીદ કરતા મંત્રીશ્રી રાઘવજી પટેલપાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ – વિછીયા તાલુકાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા;

અધિકારીઓને સમય મર્યાદામાં નિરાકરણ લાવવા તાકીદ કરી મંત્રીશ્રીઓનાં હસ્તે પાંચ લાભાર્થીઓને સનદ વિતરણ થયા

Rajkot: રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા બેઠક પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

આ ઉપરાંત મંત્રીશ્રીઓના હસ્તે પાંચ લાભાર્થીઓને સનદ વિતરણ(જમીનના હુકમો) કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ૩૦ વર્ષ જૂના પડતર પ્રશ્નોનું મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલના સતત ફોલોઅપનાં પગલે સુખદ નિરાકરણ આવ્યું હતું.

આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે અધિકારીઓને લોકોના વિવિધ પ્રશ્નોમાં સંવેદશીલતા દાખવી નિર્ણયની પ્રક્રિયા ઝડપી કરી પ્રજાને મદદગાર થવા સૂચના આપી હતી. આ તકે રાજકોટ જિલ્લાના જમીન માપણી, દબાણ, પીવાના પાણી, વીજળી, આરોગ્ય, રસ્તા, તળાવ ઊંડું કરવા, કોઝવે સહિતના પ્રશ્નો રજૂ થયા હતા જેનું તાકીદે નિવારણ લાવવા મંત્રીશ્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ એ.ટી.વી.ટી.ના કામો ગુણવત્તાસભર રીતે કરવા અને પ્રી-મોનસુનની કામગીરીનું સુચારુ આયોજન કરવાની સૂચના અધિકારીઓને આપી હતી.

આ તકે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ – વિછીયા તાલુકાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ઉપસ્થિત અધિકારીઓને સમય મર્યાદામાં લોકોના આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા, અરજદારોને ખોટા ધક્કા ના થાય તેની તકેદારી રાખવા તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓને તાકીદ કરી હતી.

પદાધિકારીઓ તથા અરજદારોના પ્રશ્નોની રજૂઆત પી.પી.ટી.ના માધ્યમથી અધિક નીવાસી કલેકટરશ્રી ચેતન ગાંધીએ કરી હતી. તેમજ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા મંત્રીશ્રીએ કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં સાંસદશ્રી રામભાઇ મોકરિયા, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, કલેકટરશ્રી પ્રભવ જોશી, પોલીસ કમિશનરશ્રી બ્રિજેશ કુમાર ઝા, પોલીસ અધિક્ષકશ્રી જયપાલ સિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. નવનાથ ગવહાણે સહિતના સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button