યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા ની આ દીકરી એ ખેલ મહાકુંભ માં પિસ્તોલ શુટિંગ માં શાનદાર પ્રદર્શન કર્યું
રાજુલા ની આ નાની એવી દીકરી રાજવી દીપક ભાઈ રાયચા ફક્ત 13 વર્ષની ઉંમરમાં 10 મીટર પિસ્તોલ શૂટિંગ U 14 કેટેગરી માં ખેલ મહાકુંભ 3 રાજ્ય કક્ષા ની સ્પર્ધા 6 મે 2025 ના રોજ વડોદરા માં યોજાય હતી તેમાં સુંદર પ્રદર્શન કરેલ.
જેમાં 600 માંથી 409 પોઇન્ટ કરી ખુબજ સારું પ્રદર્શન કરેલ માત્ર નાની એવી ઉમર એટલે કે ફક્ત
13 વર્ષ ની ઉંમર માં ખુબજ સુંદર પ્રદર્શન કર્યું ત્યારે સમગ્ર લોહાણા સમાજ તેમજ સમગ્ર રાયચા પરિવાર તેને અભિનંદન પાઠવી રહ્યા છે
કઈક કરવું તેના મક્કમ નિર્ણય સાથે આ દીકરીએ અનેક સ્પર્ધાઓમાં ઇનામો તેમજ એવોર્ડ મેળવેલા છે ત્યારે ફરીથી આ પિસ્તોલ શૂટિંગમાં ફક્ત એક માસની તૈયારીમાં 409 પોઇન્ટ મેળવ્યા તેણે મીડિયાને જણાવ્યું કે મારા માટે પોઇન્ટ તો મહત્વના છે જ પરંતુ આજના આ સમયમાં દીકરી પોતાની સુરક્ષા કરી શકે તેવા હું પ્રયાસ કરી રહી છું.
ત્યારે મારી સાથે ભણતી તમામ મારી બહેનોને હું આજના યુગમાં નારી તુ સબકો ભારી એજ મારી સિદ્ધિ….