AHAVADANGGUJARAT

Dang: ડાંગ જિલ્લાનાં રંભાસ શાળા પ્રવેશોત્સવ

વાત્સલ્યમ સમાચાર
ડાંગ

શાળાની વધતી ભૌતિક સુવિધાઓ એ ગામનું ઘરેણું છે
શ્રી મંગળભાઈ ગાવિત

મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સનું ગૌરવ ધરાવતી રંભાસ પ્રાથમિક શાળાનું બાળક ભણીગણીને ગામનું નામ રોશન કરે તેવા સહિયારા પ્રયાસોની હિમાયત કરતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરે, શૈક્ષણિક સંકુલોની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થયા બાદ ગ્રામજનો, વાલીઓ, અને શિક્ષકોને બાળકોમાં શિક્ષણ અને સંસ્કારના બીજનું વાવેતર કરવાનું આહવાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરેએ કર્યું હતું.

ડાંગ જિલ્લા સાથેના જુના સંસ્મરણો વાગોળતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ શિવહરેએ, છેલ્લા એક દાયકામાં છેવાડાના જિલ્લામાં આવેલા પરિવર્તનો જોઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સનું ગૌરવ ધરાવતી રંભાસ પ્રાથમિક શાળામાંથી ભણીગણીને કોઈ બાળક ગામનું નામ રોશન કરે તેવા સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી.

રંભાસ પ્રાથમિક શાળાના કાર્યક્રમ વેળા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મંગળભાઈ ગાવિતે, ગ્રામીણ માતાપિતાને શાળા સમય બાદ પણ પોતાના સંતાનોને સતત શિક્ષણ સાથે જોડાયેલા રાખવાનો અનુરોધ કર્યો હતો. સખત પરિશ્રમ સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાનો અનુરોધ કરતા શ્રી ગાવિતે, સરકારશ્રીના હકારાત્મક પ્રયાસોમાં સહભાગી થઈને શૈક્ષણિક, સામાજિક વિકાસ સાધવાની અપીલ કરી હતી. શાળાની વધતી ભૌતિક સુવિધાઓ એ ગામનું ઘરેણું છે તેમ જણાવતા શ્રી મંગળભાઇ ગાવિતે, ગ્રામજનો તથા શિક્ષકોને ભાવિ પેઢીના ઘડતરની જવાબદારી, ખૂબ જ નિષ્ઠા સાથે બજાવવાની અપીલ કરી હતી.

શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમને કારણે ડાંગ જેવા પ્રદેશનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે તેમ જણાવતા શ્રી ગાવિતે સૌને સહિયારી જવાબદારી ઉઠાવી, સર્વાંગીણ વિકાસ સાધવાની હિમાયત કરી હતી.

રંભાસના કાર્યક્રમમાં GUVNL ના જનરલ મેનેજર શ્રી જે.ટી.રાય, ટેક્નિકલ આસિસ્ટન્ટ શ્રી ઉદિત શુકલા, વીજ વિભાગના અધિકારીઓ સહિતના પ્રશાસનિક અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, શિક્ષકો, શાળા પરિવાર, અને વાલી મંડળો તથા ગ્રામજનોએ ઉપસ્થિત રહી ૨૨ જેટલા બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

દરમિયાન શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન, ખેલ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું અભિવાદન, શૈક્ષણિક કીટનું વિતરણ, વૃક્ષારોપણ સહિત વાલી મિટિંગ પણ યોજાઈ હતી.

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button