જનરલ ઓબ્ઝર્વર અને જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું રેન્ડમાઇઝેશન યોજાયું.આવતીકાલે જનરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને માઇક્રોઓબ્ઝર્વરની તાલીમનું આયોજન
જનરલ ઓબ્ઝર્વર અને જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું રેન્ડમાઇઝેશન યોજાયું.આવતીકાલે જનરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને માઇક્રોઓબ્ઝર્વરની તાલીમનું આયોજન
૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે જનરલ ઓબ્ઝર્વરશ્રી ડો.હિરાલાલ અને જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું રેન્ડમાઇઝેશન યોજાયું હતું આગામી તારીખ ૧૯ જૂનના રોજ ૮૭- વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે મત ગણતરીની પ્રક્રિયાના નિરીક્ષણ, મતદાનના દિવસે સુપરવિઝન સહિતની કામગીરી માઈક્રો ઓબ્સર્વર દ્વારા કરવામાં આવતી હોય છે. જેના અનુસંધાને આજરોજ કલેકટર કચેરી ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી ડો.હિરાલાલ અને જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું રેન્ડમાઇઝેશન યોજાયું હતું. તેમજ તા.૧૦ જુનના રોજ જનરલ ઓબ્ઝર્વરશ્રીની અધ્યક્ષતામાં માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાનાર છે.આ રેન્ડેમાઈઝેશન દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.જે.જાડેજા, ડીસ્ટ્રીક ઈન્ફોર્મેટીક ઓફિસરશ્રી બુડગાયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ