ARAVALLIGUJARATMEGHRAJMODASA

રવિદાસ મહારાજની 650મી કળશ યાત્રાનું રેલ્લાવાડા ખાતે ભવ્ય સ્વાગત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

રવિદાસ મહારાજની 650મી કળશ યાત્રાનું રેલ્લાવાડા ખાતે ભવ્ય સ્વાગત

મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ખાતે રવિદાસ મહારાજની 650મી કળશ યાત્રા આવી પહોંચતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. રેલ્લાવાડા સ્થિત જલારામ મંદિર ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો તથા ભક્તો દ્વારા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરી રવિદાસ મહારાજના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.યાત્રાના આગમનને લઈ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કળશ યાત્રા ધનસુરા તરફ આગળ વધી હતી.

Back to top button
error: Content is protected !!