ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં નારી વંદના સપ્તાહ 2025 અંતર્ગત ઘરેલુ હિંસા અધિનિયમ-2005 પર જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં નારી વંદના સપ્તાહ 2025 અંતર્ગત ઘરેલુ હિંસા અધિનિયમ-2005 પર જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન

નારી વંદના સપ્તાહ 2025 નિમિત્તે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના કીડી લાલપુર ગામે “ઘરેલુ હિંસા અધિનિયમ-2005” અંગે મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી મોડાસાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ગામડાની મહિલાઓને સરળ ભાષામાં કાયદાકીય જાણકારી આપવામાં આવી.

આ કાર્યક્રમમાં મહિલાઓને તેમના કાનૂની અધિકારો, ઘરેલુ હિંસા અધિનિયમ દ્વારા મળતું રક્ષણ, ફરિયાદ કરવાની પદ્ધતિ અને સંબંધિત અધિકારીઓનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. એડવોકેટ ઘનશ્યામ પટેલે સરળ ઉદાહરણો અને ગામડાની ભાષામાં કાયદાની સમજ આપી, જેના કારણે મહિલાઓએ ખુલ્લેઆમ પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવ્યું.બી. એન. પટેલે જણાવ્યું કે, “મહિલાઓએ શંકા અને સંકોચ છોડીને કાયદાને પોતાનું સશક્ત સાધન બનાવવું જોઈએ. કાયદો દરેક સ્ત્રીના હક માટે છે અને અધિકારીઓ પીડિત સ્ત્રીઓના પડખે ઉભા છે.”

કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે બી. એન. પટેલ (સિવિલ જજ તથા ફુલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ), એડવોકેટ ઘનશ્યામભાઈ મગનભાઈ પટેલ (ડેપ્યુટી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ, રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ), હસીનાબેન મન્સૂરી (બાળ અને મહિલા અધિકારી), અને રમેશભાઈ ચૌધરી (પ્રોટેક્શન ઓફિસર) ઉપસ્થિત રહ્યા હતા. અને માહિતી વિભાગ અરવલ્લીની ટિમ દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી.કાર્યક્રમના અંતે મહિલા ભાગીદારોને હેલ્પલાઈન નંબર, લીગલ એડ સેવાઓની માહિતી અને કાયદાકીય પત્રકોનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવામાં અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં સફળ રહ્યો.

Back to top button
error: Content is protected !!