GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસના કોન્સ્ટેબલો વતી લાંચ લેતો વચેટિયો રંગેહાથ ACB એ પકડાયો: ઓનલાઇન જુગાર કેસમાં પતાવટનો ખેલ.

તારીખ ૧૦/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) ગુજરાત દ્વારા ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ અને એક સામાન્ય નાગરિક (વચેટિયા) વિરુદ્ધ રૂ. ૧૫,૦૦૦/- ની લાંચ સ્વીકારવા બદલ ગુનો નોંધી ટ્રેપ કરવામાં આવી છે. ત્યારે આ કામના ફરિયાદીના મિત્રને તારીખ ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ ઓનલાઈન જુગારના કેસમાં પકડવામાં આવ્યા હતા. આ કેસની પતાવટ કરી આપવાના બહાને આરોપી પોલીસ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂ. ૧૫,૦૦૦/- લેવાનું નક્કી થયું હતું.આ લાંચની રકમ માટે વચેટિયા દ્વારા વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરી દાહોદ ACB પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે  ગતરોજ તારીખ ૦૯/૦૮/૨૦૨૬ ના રોજ નારણપુરા નર્મદા કેનાલ ચોકડી (તા. કાલોલ, જી. પંચમહાલ) ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન વચેટિયો (આરોપી નં. ૩) ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૧૫,૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડાઈ ગયો હતો.આરોપીઓની વિગત:1. આશીષભાઇ કટારા – પોલીસવાળા (વર્ગ-૩), કાલોલ પોલીસ સ્ટેશન 2. જશપાલસિંહ યશવંતસિંહ પરમાર – પોલીસવાળા (વર્ગ-૩), કાલોલ પોલીસ સ્ટેશન 3. ધર્મેન્દ્રસિંહ ઉર્ફે નોનભાઈ કનકસિંહ રાઠોડ (પ્રજાજન) – રહે. સણસોલી, તા. કાલોલ, જી. પંચમહાલ ACB કાર્યવાહી વિગત:માંગણી / સ્વીકારેલ / રિકવર રકમ: રૂ. ૧૫,૦૦૦/-ગુનાનું સ્થળ: નારણપુરા નર્મદા કેનાલ ચોકડી, ગામ નારણપુરા, તા. કાલોલ, જી. પંચમહાલટ્રેપીંગ અધિકારી: એસ.એમ.પઠાણ (પોલીસ ઈન્સ્પેક્ટર, દાહોદ ACB પો.સ્ટે.)સુપરવિઝન અધિકારી: બી.એમ.પટેલ (મદદનીશ નિયામક, પંચમહાલ ACB એકમ, ગોધરા)ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઈ, IPS (નાયબ નિયામક, ACB વડોદરા)તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં રહીને ગુનાહિત ગેરવર્તણૂક કરી ગુનો કર્યો હોય, ACB દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!