NATIONAL

જમાઈ ડોક્ટરે તેની સગી સાસુના 19 ટુકડા કરીને શહેરમાં ઠેક-ઠેકાણે ફેંક્યાં

‘જમાઈ જમ’ બન્યો આવો એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે. જમાઈ પણ જેવો તેવો નહીં દાંતનો મોટો ડોક્ટર જેણે તેની સગી સાસુના ટુકડા કરી નાખ્યાં હતા. કર્ણાટકની રાજધાની બેંગલુરુથી 100 કિમી દૂર તુમકુરુમાં ડેન્ટિસ્ટે તેની સગી સાસુની હત્યા કરીને લાશના 19 ટુકડા કર્યાં હતા જે પછી તેણે શહેરમાં ટુકડાનો નિકાલ કરી નાખ્યો હતો. 3 ઓગસ્ટના દિવસે મહિલા ગુમ થઈ હતી. ત્યાર બાદ પોલીસને ફક્ત શરીરના ભાગો મળ્યા હતા, પરંતુ માથું મળ્યું ન હતું. તપાસ દરમિયાન, તેમને મહિલાનું માથું પણ મળ્યું. લક્ષ્મીદેવમ્માના પતિએ લાશ ઓળખી કાઢી હતી.

૩ ઓગસ્ટના રોજ, જ્યારે લક્ષ્મીદેવમ્મા તેની પુત્રીના ઘરેથી પરત ફરી રહી હતી, ત્યારે રામચંદ્રૈયાએ તેને ઘરે પહોંચાડવાનું વચન આપીને લિફ્ટ આપી. સતીશ અને કિરણ પણ કારમાં હાજર હતા. મહિલા બેઠી કે તરત જ બંનેએ તેનું ગળું દબાવી દીધું. બીજા દિવસે, શરીરને તીક્ષ્ણ હથિયારોથી કાપી નાખવામાં આવ્યું હતું અને તેના ટુકડા 19 જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ડેન્ટિસ્ટ રામચંદ્રેયા એ વાત પર ગુસ્સે થયા હતા તેની સાસુ તેના લગ્નજીવનમાં દખલ કરી રહી છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે મહિલા તેમની પુત્રીને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાનો આગ્રહ પણ કરી રહી હતી. ખાસ વાત એ છે કે 47 વર્ષીય ડૉક્ટરના આ બીજા લગ્ન હતા અને તેજસ્વી તેનાથી 20 વર્ષ નાની છે. બંનેને ત્રણ વર્ષનું બાળક છે. રામચંદ્રૈયાએ તેમની પહેલી પત્નીથી છૂટાછેડા લીધા નથી. રામચંદ્રૈયાને ડર હતો કે લક્ષ્મીદેવમ્મા તેમના પરિવારનો નાશ કરશે. આવી સ્થિતિમાં, તેમણે ઘટનાના 6 મહિના પહેલા જ આયોજન શરૂ કર્યું હતું. તેમણે સતીશના નામે એક કાર ખરીદી હતી અને સતીશ અને કિરણને 4-4 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તેમણે બંનેને 50,000 રૂપિયા એડવાન્સ તરીકે પણ આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!