GUJARATKARJANVADODARA

જુગાર રમતા ચાર શકુનિઓ પોલીસના હાથે ઝડપાયા, અન્ય ચાર પોલીસને ચકમો આપી ફરાર…

જુગાર રમતા ચાર શકુનિઓ પોલીસના હાથે ઝડપાયા, અન્ય ચાર પોલીસને ચકમો આપી ફરાર...

નરેશ પરમાર

કરજણ તાલુકાના સાંપા ગામની સીમમાં જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે ઝડપી

પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાંપા

ગામની સીમ કબ્રસ્તાનની પાછળ આવેલ નર્મદા વિશાખા માઈનોર કેનાલની બાજુમાં ગૌચરની

ઝાડીમાં ગુંદાના ઝાડની નીચે કેટલાક ઈસમો પત્તા પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે

છે તેવી બાતમી મળતા બાતમીના આધારે કરજણ પોલીસે રેઇડ કરતા જુગાર રમતા આઠ

જુગરીઓમથીથી ચાર જુગારીઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા.જ્યારે અન્ય ચાર જુગારીઓ

પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અંગ ઝડતીના કુલ

કિ.રૂ.૭,૧૦૦ તથા અંગઝડતીના ચારેય મોબાઈલ મળી કુલ કિંમત રૂપીયા ૨૫,૦૦૦ તેમજ સદર

જગ્યાએ દાવ ઉપર જોતા વેરણ છેરણ પડેલ જુદા-જુદા દરની ચલણી નોટો મળી કુલ રૂ.૬૬૧૦

મળી કુલ કિ.રૂ.૩૮,૭૧૦ ના મુદ્દામાલ સાથે આઠેય આરોપીઓ વિરુધ્ધ જુગારધારા એક્ટ હેઠળ

કરજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો…

Back to top button
error: Content is protected !!