અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઇસરી ગામે 70 ફુટ ઉંડા અવારું કુવામાં પડેલ યુવકનો આબાદ બચાવ, GRD નું દિલધડક રેસ્ક્યુ સાથે પોલિસની સહનીય કામગીરી
મેઘરજ તાલુકામાં આવેલ ઇસરી ગામે 70 ફુટ ઉંડા કુવામાં ગામનો યુવક નરેશભાઈ રાઠોડ નામનો ઉંમર 37 વર્ષીય જે અગમ્ય કારણોસર કુવામાં ખાબક્યો હતો અને આ બાબતે આજુબાજુ ના લોકોને જાણ થતા લોકો દોડી આવ્યા હતા અને ઇસરી પોલિસ સ્ટાફ પણ ઘટના સ્થળે પોહ્ચ્યો હતો. આ બાબતે યુવકને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલિસ અને હોમગાર્ડ અને GRD તેમજ ગામના સહિયારું પ્રયત્નથી યુવકને બચાવાયો હતો 70 ફુટ જેટલા કુવામાં પડેલ યુવાન ને બચાવવા માટે ઇસરી પોલીસ સ્ટેશનના GRD વાળંદ કૌશિક એ પોતાની જીવની બાજી હાથ પર રાખી 70 ફુટ કુવામાં ઉતરી યુવકને સહી સલામત બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક 108 મારફ્તે ઇસરી આરોગ્ય ખાતે ખસેડાયો હતો અને કુવામાં પડેલ યુવક હાલ તંદુરસ્ત હોવાનું સામે આવ્યું હતું