BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક જીએમડીસીનો  માર્ગ બિસ્માર બનતા હાલાકિ

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક જીએમડીસીનો માર્ગ બિસ્માર બનતા હાલાકિ

 

વારંવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા માર્ગની મરામત કરવામાં નથી આવતી

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક વર્ષોથી જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે. રાજપારડીની માધવપુરા ફાટકેથી જીએમડીસીનો માર્ગ જાય છે. આ માર્ગ પર થઇને દરરોજ મોટી સંખ્યામાં ભારદ્વારી વાહનો પસાર થાય છે. આ અંગે રાજપારડીના અગ્રણી રાકેશભાઇ સમર્થ ટ્રાન્સપોર્ટવાળાના જણાવ્યા મુજબ જીએમડીસી પડવાણીયા રોડ જે એક વર્ષ પહેલા બન્યો હતો તે ઠેરઠેરથી તુટી જઇને બિસ્માર બનતા સ્થાનિક રહીશો તેમજ આ પંથક સાથે જોડાયેલા ગામોના નાગરિકોને ભારે હાલાકિ ભોગવવી પડે છે.આ બાબતે વારંવાર સંબંધિત તંત્રને રજુઆતો કરવા છતાં કોઇ પરિણામ મળ્યું નથી. મોટામોટા ખાડાઓ પડી ગયેલ હોવા છતાં કોઇ સમારકામ નથી થતું. નજીકમાં આવેલ ગામોના લોકોને રાજપારડી વિવિધ કામો માટે અવારનવાર આવવું પડતું હોય છે,પરંતું માર્ગની યોગ્ય મરામતને અભાવે લોકો હાડમારીનો સામનો કરી રહ્યા છે.આ અંગે જીએમડીસીને રજુઆતો કરતા એમ જણાવાય છેકે આ બાબત અમારા અંડરમાં નથી આવતી,પીડબલ્યુડીને કહો. આમ તંત્ર દ્વારા બાયબાય ચાયણી જેવો ઘાટ થઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે.અને પીડબલ્યુડીને રજુઆત કરતા તે જીએમડીસી પર ઢોળે છે. આમ તંત્રની બાયબાય ચાયણી જેવી નિતીનો ભોગ ગ્રામ્ય નાગરીકો બની રહ્યા છે. ઉલ્લેખનીય છેકે આ માર્ગ પર થઇને દરરોજ ભારે વાહનો પસાર થાય છે ત્યારે માર્ગ તેના ઉપરથી પસાર થતાં વાહનોની સંખ્યા અને ક્ષમતાને અનુરૂપ બનાવાય તોજ માર્ગ તેના યોગ્ય સમયગાળા સુધી ટકી રહે.પરંતું માર્ગ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર થતો હોય તોજ વારંવાર આવી નોબત આવે તેવી ચર્ચાઓ લોકોમાં ઉઠવા પામી છે.

 

ઈરફાન ખત્રી

રાજ પારડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!