AHAVADANGGUJARAT

નવસારી મહાનગરપાલિકા દ્વારા રોડ રીસર્ફેસિંગ કામગીરી પૂરજોશ,૧૫ જાન્યુઆરી સુધી ૧૦૦ કિમી લક્ષ્યાંક

નવસારી મહાનગરપાલિકા દ્વારા રોડ રીસર્ફેસિંગ કામગીરી પૂરજોશ,૧૫ જાન્યુઆરી સુધી ૧૦૦ કિમી લક્ષ્યાંક

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરનો મૂળભૂત રસ્તાઓને  પ્રાધાન્ય આપી નાગરિકોને ઉત્તમ રસ્તા સુવિધા પૂરી પાડવા હાલમાં વ્યાપક રોડ રીસર્ફેસિંગ અને નવીન રોડ ડેવલપમેન્ટનું કાર્ય તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે.  હાલ, મહાનગરપાલિકા વિસ્તારની કુલ ટાર્ગેટ રોડ ૨૬૮ જેટલા રોડનું  આ કાર્ય પાંચ જેટલી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. નવા સમાવિષ્ટ ૧૩ વોર્ડનાં વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું છે, જે પૈકી હાલમાં આશરે ૧૫૦ જેટલા  રોડની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

નવસારી મહાનગરપાલિકા વિસ્તારના  કુલ ૧૦૦  જેટલા રોડના ટાર્ગેટ પૈકી કી લગભગ  ૬૦ કિમી  તથા  ૧૦ કિમી જેટલા નવીનીકરણ કરાયેલ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીની દૈનિક પ્રગતિ ખૂબ જ સકારાત્મક છે. હાલમાં દરરોજ લગભગ ૧૦૦૦ મેટ્રિક ટન જેટલું મટીરીયલ રોડ રીસર્ફેસિંગમાં વપરાઈ રહ્યું છે. જે કામની ઝડપ અને ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. હાલમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા  આ તમામ કામગીરી આગામી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારની કુલ ૧૦૦ કિલોમીટર લેંથનના તમામ ૨૬૮ કિમી ટાર્ગેટ  રોડની કામગીરી પૂર્ણ થઈ જશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ શહેરના રસ્તાઓની ખૂબ જ સુધારો જોવા મળશે તેમજ વાહન વહેવાર માટે સુગમ અને સુરક્ષિત બનશે તથા શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પણ ગુણવત્તાપૂર્ણ બની રહેશે.

Back to top button
error: Content is protected !!