રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા 500 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 1500 નોટબુકનું વિતરણ કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૭.૨૦૨૬
રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા શિક્ષણ સેવાના એક મહત્વપૂર્ણ પ્રકલ્પ અંતર્ગત ઘોડી પ્રાથમિક શાળા, નૂરપુરા પ્રાથમિક શાળા તથા નાયકા ફળિયા પ્રાથમિક શાળાના કુલ 500 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 1500 નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ હાલોલના પ્રમુખ રોટે.હાર્દિક જોશીપુરા, ક્લબના સભ્યો રો. શીતલભાઈ પટેલ, રો. ડૉ. સંજયભાઈ પટેલ તથા રો. વિપુલભાઈ રાણા પણ ઉપસ્થિત રહ્યા અને તેઓ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કર્યું હતું.આ પ્રસંગે ક્લબના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવી એ રોટરીની સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓએ પણ આ સહાય બદલ રોટરી ક્લબ ઓફ હાલોલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ સેવા પ્રકલ્પ દ્વારા રોટરી ક્લબ ઓફ હાલોલે શિક્ષણ ક્ષેત્રે પોતાની સામાજિક પ્રતિબદ્ધતાને વધુ એક વખત સાબિત કરી છે અને ભવિષ્યમાં પણ આવા લોકોપયોગી સેવા કાર્યો સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.














