SABARKANTHA

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ કોચ અને ખેલાડીઓના હિતમાં નિર્ણયો લેવામાં અસમર્થ.

ઘણા સમયથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની મુખ્ય કચેરી અને જિલ્લા લેવલની કચેરીઓમાં એડમિનિસ્ટ્રેશન નો મુદ્દો ચર્ચા નો વિષય બની રહ્યો છે ચાલુ વર્ષે જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલના પ્રવેશ પ્રક્રિયામાં જૂન મહિનામાં માત્ર બે દિવસ પહેલા સમગ્ર ગુજરાત ના ખેલાડીઓને જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલની પ્રુવન ટેલેન્ટની પ્રવેશ પ્રક્રિયા માટે જાણ કરવામાં આવેલ છે પણ બે દિવસ પહેલા પ્રેસ નોટ જાહેર કરવામાં આવશે તો ખેલાડી કેવી રીતે પ્રેક્ટિસ કરશે અને આ કસોટી માં કેવી રીતે ભાગ લઈને તેમનો પરફોર્મન્સ બતાવી શકે જે સરકાર પર એક મોટો પ્રશ્ન ચિન્હ ઊભો કરેલ છે દર વર્ષે ની જેમ રાજ્યકક્ષા તાલુકા અને જિલ્લા લેવલ પર સરકાર દ્વારા ખેલાડીઓને સમર કેમ્પથી પણ વંચિત રાખવામાં આવેલ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની મુખ્ય કચેરીમાં મેરીટ માં છેલ્લા સ્થાન પર બેસેલા અમુક કોચ ચાર ચાર મોટી સ્કીમોના ચાર્જ લઈને બેઠા છે તેનો શું મતલબ છે કે બીજા કોચ જે મેરીટમાં એક થી 10 માં સ્થાન સુધી આવ્યા છે તે કોચ લાયકાત ધરાવતા નથી મેરીટ માં છેલ્લા સ્થાન પર બેસેલા કોચ એડમિનિસ્ટ્રેશન કરશે અને પહેલા સ્થાન પર આવેલા કોચ ગ્રાઉન્ડ લેવલ પર કોચિંગ કરશે તો રમત કઈ જગ્યાએ રમાય છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પાસે અંદાજિત 113 જેટલા કાયમી કોચ છે તેમ છતાં મુખ્ય કચેરીમાં અને જિલ્લા લેવલ ની કચેરીમાં અમુક કોચને બે બે જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારી ના ચાર્જ સોંપવામાં આવ્યા છે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની મુખ્ય કચેરી દ્વારા તમામ ડિસ્ટ્રિક્ટ કોચ ની મેરીટ ની યાદી બહાર પાડવામાં આવેલ છે તેમ છતાં અમુક જાણીતા લોકોને જ કેમ એડમિનિસ્ટ્રેશન નો ચાર્જ સોંપવામાં આવેલ છે અમુક જિલ્લાઓમાં તો જે કોચ ને જિલ્લા રમત વિકાસ અઘિકારી ના ચાર્જ સોંપવામાં આવેલા છે તેમને તેમનો પ્રોબેશન પર પૂર્ણ કરેલ નથી તેમ છતાં તેમને લાગવડ થી જિલ્લા રમત વિકાસ અધિકારી જેવી પોસ્ટ પર બેસાડવામાં આવેલા છે કે કેમ એ પણ ચર્ચાનો વિષય બનેલ છે જે ખરેખર લાયકાત ધરાવતા કોચ છે તેમના પાસેથી ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરવામાં આવેલ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ત્રણ મોટા અધિકારીઓ મહા નિર્દેશક, સેક્રેટરી અને ખાસ ફરજ પરના અધિકારી હોવા છતાં વારંવાર આ કચેરી ઉપર પ્રશ્ન ચિન્હ ઉભો થયેલ છે ઘણા સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા તમામ કર્મચારીઓને સાતમો પગાર પંચ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે પણ આજ સુધી કોચને આ પગાર પંચનું લાભ મળેલ નથી સમગ્ર ગુજરાતમાં 41 જેટલી ડી એલ એસ એસ શાળાઓ છે જેમાં કેટલીક જગ્યા પર કોચ વગર જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ ચાલે છે સરકાર રમત પાછળ કરોડો રૂપિયા ખર્ચો કરે છે તેમ છતાં ગ્રાઉન્ડ લેવલ પર થી કોઈ આઉટપુટ દેખાતો નહીં સરકાર રમતનો વિકાસ અને પ્રગતિની વાત કરે પણ જે તેમના હાથમાં છે તેના ઉપર ધ્યાન આપતા નથી જિલ્લાનો મુખ્ય એડમિનિસ્ટ્રેશન પર કચેરી દ્વારા મેરીટ માં આવેલા છેલ્લા નંબર ના કર્મચારીઓને બેસાડવામાં આવશે તો જિલ્લાનો વહીવટી તંત્ર કેવી રીતે ચાલશે એ ચર્ચાનો વિષય બની રહ્યો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં જિલ્લાના વહીવટી તંત્ર સંભાળવા માટે મેરીટ મુજબની હાઈ લેવલ ની કમિટી બનાવવામાં આવેલ છે પણ આ કમિટી મેરીટ મુજબ કોચને એડમિનિસ્ટ્રેશન આપવામાં કેમ અસમર્થ છે અને મેરીટ ની યાદી બહાર ન પાડવાનો શું હેતુ છે એ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે જે લોકમુખી ચર્ચાઈ રહ્યો છે સરકારની કોઈપણ કચેરીમાં લેખિતમાં જ ઓર્ડર આપવામાં આવે તેજ માન્ય ગણાય છે પણ હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં એક નવી પ્રથા ચાલુ થયેલ છે જેમાં અમુક કોચને લેખિત ઓર્ડર વગર કચેરીમાં બોલાવીને મોખિક કામગીરી સોંપવામાં આવેલ છે એ સમગ્ર ઘટના લોકમુખે ચર્ચાઇ રહી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button