હિંમતનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો
*હિંમતનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો*
સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાયો હતો. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ જણાવ્યુ હતુ કે આજના આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લોકો પ્રશ્નોનુ સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું છે. લોકોના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ કરવા માટે સરકાર અને વહીવટીતંત્ર કટિબદ્ધ છે.વધુમાં વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાંજમીન દબાણ, ખેતી લાયક જમીનમાં પ્રવેશવાના રસ્તાની રજૂઆત,જમીન સર્વે,પ્લોટ ફાળવણી, નગરપાલિકા વિસ્તારના દબાણ બાબતે વગેરે જેવા લોક પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા,નાયબ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ