SABARKANTHA

સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે ભવ્ય “ હર ઘર તિરંગા યાત્રા” યોજાઇ

“હર ઘર તિરંગા” અભિયાન….. હિંમતનગર શહેર તિરંગાના રંગમાં રંગાયું

***
સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે ભવ્ય “ હર ઘર તિરંગા યાત્રા” યોજાઇ
***

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. શહેરના નાગરીકો તિરંગા યાત્રામાં જોડાતા સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો. દેશભક્તિના રંગમાં સમગ્ર શહેર રંગાયું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, આગામી ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા થકી સૌ નાગરીકોમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય છે. સૌ નાગરીકો પોતાના ઘરે, ઓફીસ, દુકાન દરેક સ્થળે રાષ્ટ્ર ધ્વજ ફરકાવે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વાનને સફળ બનાવીએ. વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી દ્રારા ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસીત દેશ બનાવવાની નેમને આપણે સૌ પૂર્ણ ભેગા મળી પૂર્ણ કરીએ.
આ તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો, રમતવીરો, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંગઠનો, NCC, NSS,પોલીસ વિભાગ સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિના ગીતોની સુરાવલિઓ સાથે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા.
આ તિરંગા યાત્રા કેશવ કોમ્પલેક્ષ થી ઉમિયા માતાજી મંદિર સુધી યોજાઇ હતી. આ તિરંગા યાત્રામાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.રતનકંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભુમિકાબેન પટેલ, અધિક નિવાસી કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા,પ્રાં ત અધિકારીશ્રી, અગ્રણીશ્રી કનુભાઇ પટેલ, વીજય પંડ્યા સહિત મોટી સંખ્યામાં નાગરીકો જોડાયા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!