નિલકંઠ વિલામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા સમારોહ યોજાયો.
અહેવાલ:- પ્રતિક ભોઈ
નિલકંઠ વિલામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા સમારોહ યોજાયો.
નિલકંઠ વિલા પરિવારમાં સોસાયટી. હિંમતનગરનો શુભેચ્છા સમારોહ તા. 23/2/25 ના રોજ ધોરણ ૧૦ અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો. જેમાં ધોરણ 10 ના વિધાર્થીઓ અને ધોરણ 12 ના 11 વિધાર્થીઓ મળી કુલ 23 વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનો આરંભ સરસ્વતી માતાની વંદનાથી કરવામાં આવ્યો.ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૌ વિધાર્થીઓને કંકુ તિલક કરાવી મો મીઠું કરાવ્યું હતું. ત્યારબાદ એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગરના પ્રા.ડૉ.મહેશભાઇ પટેલે વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વિધાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યાં હતા. કાર્યક્રમને અનુરૂપ સોસાયટીના પ્રમુખ શ્રી સચિનભાઈ સુખડિયાએ ઉદબોધન કર્યું હતું.કાર્યક્રમનું આયોજન અને સંચાલન શેઠ પી એન્ડ આર હાઈસ્કૂલ, પ્રાંતિજના પ્રિન્સીપાલ ડૉ.પંકજભાઈ પટેલે કર્યું હતું.કાર્યક્રમના અંતે શ્રી ગૌરાંગભાઈ પટેલે આભારવિધિ કરી હતી.