HIMATNAGARSABARKANTHA

ભારત વિકાસ પરિષદ અને હિંમતનગર નગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે “વરસાદી પાણીનાં સંગ્રહ” ઉપર પરિસંવાદ યોજાયો.

અહેવાલ:- પ્રતિક ભોઈ

ભારત વિકાસ પરિષદ અને હિંમતનગર નગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે “વરસાદી પાણીનાં સંગ્રહ” ઉપર પરિસંવાદ યોજાયો.

અમદાવાદની treewalk NGO નાં સંસ્થાપક, અર્બન પ્લાનર અને આર્કિટેક્ટ શ્રી લોકેન્દ્રભાઈ બાલાસરિયા દ્વારા વરસાદી પાણી વડે હયાત બોર રીચાર્જ કરવા અને સાથે સાથે ઘરે વરસાદી પાણીનાં સંગ્રહથી પીવાનું પાણી સરળ રીતે આખા વર્ષ દરમિયાન ચાલે તેટલું કેવું રીતે એકઠું થઈ શકે એ વિશે સમજ આપી.
કાર્યક્રમની સંકલ્પનાં કારોબારી ચેરમેનશ્રી જિનલ પટેલની હતી જે હિંમતનગર નગરપાલિકામાં મહત્તમ રેઈન વોટર હાર્વેસ્ટીંગ માટે કટિબધ્ધ છે. ઉપરાંત ભારત વિકાસ પરિષદ,સેક્રેટરીશ્રી પરિન શાહના માઈક્રો મેનેજમેન્ટ અને પરિષદનાં અન્ય સભ્યો જિગ્નેશભાઈ, અતુલભાઈ સોની,અલ્પેશભાઈ સોની, ધવલભાઈ પ્રજાપતિ,જીતુભાઈ સોની,આકાશ શાહ,અંકુર સોની,અરૂણાબેન કડીયા,અર્ચનાબેન કડીયા ના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.

કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રી વિ.ડી.ઝાલા,નાણાપંચ સભ્યશ્રી જે.ડી.પટેલ,જિલ્લા મહામંત્રી વિજયભાઇ પંડ્યા,નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય,ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી,વોટરવર્કસ ચેરમેન રાજુભાઇ શર્મા, ગોપાલસિંહ રાઠોડ,અનિરુધ્ધભાઈ સોરઠીયા,યતીનબેન મોદી,જિગ્નેશભાઈ પટેલ,શહેર પ્રમુખ કુલદિપભાઈ પાઠક,વાસુદેવભાઈ રાવલ વિકાસ પરિષદ પ્રમુખશ્રી પ્રવિણભાઈ પટેલ,ડો.મુકેશ મોદી,APMC ચેરમેન જયેશભાઇ પટેલ સાથે હિંમતનગરના બિલ્ડર એસોસિએશન,આર્કિટેક્ટ એસોસિએશન સભ્યો અને હિંમતનગરના જાગૃત નાગરિકોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું.

આ તબક્કે , દિનેશભાઈ પટેલ ,હિતેષભાઈ પટેલ(અત્રી ગ્રુપ) અને રોહિતભાઈ પટેલ નો ખાસ આભાર.

Back to top button
error: Content is protected !!