હિંમતનગર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે Reduce,Reuse અને Recycle ની સંકલ્પનાને પ્રચલિત કરવાનાં હેતુથી વિશ્વ પર્યાવરણ દિવસે અનોખો donation કાર્યક્રમ થયો.

અહેવાલ:- પ્રતિક ભોઈ
કુદરતનું ઋણ ચુકવવાનો અવસર એટલે JOY OF GIVING CAMPAIGN ( તા:5/6 /7 જૂન)










હિંમતનગરમાં સેવાકીય કાર્યો માટે સમર્પિત ભારત વિકાસ પરિષદ,હિંમતનગર શાખા અને લોકજાગૃતી માટે હંમેશા પ્રયત્નશીલ એવી હિંમતનગર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે Reduce,Reuse અને Recycle ની સંકલ્પનાને પ્રચલિત કરવાનાં હેતુથી વિશ્વ પર્યાવરણ દિવસે અનોખો donation કાર્યક્રમ થયો.
જેમાં બહોળી પ્રમાણમાં નગરજનોએ ભાગ લઈ ગરમ કપડાં,રમકડા,સ્ટેશનરી,સાદાં કપડા,ઘરઉપયોગી વાસણો/છત્રી/પાણીનાં કેરબા આપ્યાં. આ રીતે લોકોએ એમના માટે બિનજરૂરી પણ બીજા માટે ઉપયોગી એવી વસ્તુઓ આપી કચરાનું ઉત્પાદન અટકાવ્યું અને સાથે સાથે Reusing ના હેતુંને વેગ આપ્યો.
આ સાથે સાથે Electronic waste અને Recycle માં આપી શકાય તેવી વસ્તુઓ પણ આપી જેનો ન.પા દ્વારા યોગ્ય નિકાલ થશે. કાર્યક્રમમાં સહભાગી થનાર દરેકને વૃક્ષ અને કપડાની થેલી Eco-giftનાં પ્રતિક રૂપે આપવામાં આવી.
કાર્યક્રમ માનનીય ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાની સાહેબની પ્રેરક ઉપસ્થિતીમાં ખુલ્લો મુકાયો. સાથે જ નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, ભારત વિકાસ પરિષદ પ્રમુખશ્રી પ્રવિણભાઈ પટેલના સંકલન અને નગરપાલિકા અધ્યક્ષ શ્રીમતી જિનલ પટેલની કાર્યક્રમ ની સંકલ્પના અને ભારત વિકાસ પરિષદ સેક્રેટરીશ્રી પરીનભાઈ ના માઈક્રોમેનેજમેન્ટ થી કાર્યક્રમ સફળ રહ્યો. અન્ય સહયોગીઓ આ કાર્યક્રમ ના દાતા અને પર્યાવરણ સંયોજક શ્રી દિનેશભાઈ પટેલ ,ગોપાલસિંહ રાઠોડ, જીગ્નેશભાઈ પટેલ,જે કે સોની, અતુલભાઈ સોની,અલ્પેશભાઈ સોની,દિનેશભાઈ સોની,ધવલ પ્રજાપતિ, અરુણાબેન કડિયા, અર્ચનાબેન ભટ્ટ, આકાશભાઇ , હંસાબેન પિત્રોડા,ઇલાબેન રાવલ હાજર રહ્યાં.




