SABARKANTHA

સાબરડેરી ખાતે ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત એક યોગ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ

૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

પ્રાચીન ભારતીય પરંપરાની અમુલ્ય ભેટ એટલે યોગ અને પ્રાણાયામ ‘ કે જે શારીરિક અને માનસિક સુખાકારીને વધારવા માટેના સૌથી વિશ્વસનીય માધ્યમોમાંથી એક તરીકે ઉભરી આવ્યું છે. માનનીય પીએમ શ્રી નરેન્દ્ર મોદીના અવિરત પ્રયાસોને કારણે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (U.N.O.) દ્વારા વર્ષ ૨૦૧૫ થી ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય ગોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. યોગ સ્વાસ્થ્ય અને સુખાકારી સાથે જીવનના તમામ પાસાઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માટે એક સર્વગ્રાહી અભિગમ પૂરો પાડે છે, તેવા ઘણા બધા યોગાભ્યાસના ફાયદાઓ વિશેની માહિતીના વ્યાપક પ્રસારના ભાગ રૂપે આજ રોજ સાબરડેરી ખાતે ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત એક યોગ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં માનનીય ચરમેન શ્રીશામળભાઈ પટેલ અને મેનેજીંગ રિક્ટર શ્રી સુભાષભાઈ પટેલે સ્વયં આ શિબિરમાં ભાગ લઈ આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ને સંઘના તમામ કર્મચારીઓ આત્મસાત કરી પશુપાલકો થી લઈને દૂધની પ્રોડક્ટનો ઉપયોગ કરનાર ગ્રાહકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહેવા આગ્રહ કરેલ વિભાગીય વડાઓ સાથે મોટી સંખ્યામાં હાજર રહેલ સૌ અધિકારીઓ કર્મચારી ભાઈઓ-બહેનો અને લેબર કામદારોને સંઘના જ અધિકારી શ્રી કુંદનભાઈ પટેલ અને ડૉ.જતીન પટેલ કે જેઓ બન્ને યોગ ટ્રેનર છે તેમેણ વિવિધ હળવી કસરતો સાથે યોગ-આસન અને પ્રાણાયામ તેમજ મેડીટેશન કરાવેલ તેમજ તેના લાભો વિષે ઉપયોગી માહિતી આપેલ અંતમાં શ્રી એન.એલ. પટેલ, સીન.મેનેજર એચ.આર. દ્વારા સૌ પોતાના દૈનિક જીવનમાં યોગ-પ્રાણાયામ અને દયાનને નિયમિત પણે અપનાવી નીરોગી બને, ટીમવર્કની ભાવનાથી સંઘના વિકાસમાં સતત યોગદાન આપે તેવું નિવેદન આપી ચેરમેનશ્રી એમ.ડી.શ્રી, શિક્ષકો અને ભાગ લેનાર સૌ તેમજ આ આયોજન બાબતે વ્યવસ્થા કરનાર નો આભાર માની શિબિરનું આયોજન પૂર્ણ કરાયું હતું.

[wptube id="1252022"]
Back to top button