HIMATNAGARSABARKANTHA

*સાબરકાંઠામાં ગત મે માસ દરમિયાન યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૬૨૦ યુનિટ જેટલુ રક્ત એકત્રિત કરાયું*

અહેવાલ:- પ્રતિક ભોઈ

*“રક્તદાન એ જ મહાદાન“*
**
*સાબરકાંઠામાં ગત મે માસ દરમિયાન યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૬૨૦ યુનિટ જેટલુ રક્ત એકત્રિત કરાયું*
**

સાબરકાંઠા જિલ્લામા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મે માસ દરમિયાનના રક્તદાન કેમ્પમાં ૬૨૦ યુનિટ જેટલું રક્ત એકત્રિત કરાયું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ ગ્રામજનોને રક્તદાનથી માહિતગાર કરવામાં આવ્યા હતા.રક્તની જરૂરિયાતવાળા લોકો રક્તદાન મેળવી નવું જીવન મેળવી શકે છે. આ સાથે આરોગ્ય વિભાગ દ્રારા આરોગ્ય સંબંધિત માહિતી આપીને જાગૃતિના પ્રયાસો થકી રકતદાન કેમ્પમાં સફળતા મેળવી હતી.

જિલ્લામાં અતિ જોખમી સગર્ભામાતાઓ, નવજાત શિશુઓ, અને અન્ય જરૂરિયાત મંદોને તાત્કાલિક લોહી મળી રહે તેવા ઉમદા આશયથી શરુ કરેલ રક્તદાન કાર્યક્રમને ગ્રામ્ય કક્ષાએ સારો પ્રતિસાદ મળ્યો છે.

Back to top button
error: Content is protected !!