HIMATNAGARSABARKANTHA

*અરવલ્લી શાળા વિકાસ સંકુલ, ઈડર આચાર્યશ્રીઓની અદાણી, મુન્દ્રા પોર્ટની મુલાકાત*

અહેવાલ:- પ્રતિક ભોઈ

*અરવલ્લી શાળા વિકાસ સંકુલ, ઈડર આચાર્યશ્રીઓની અદાણી, મુન્દ્રા પોર્ટની મુલાકાત*

અદાણી ના ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત ઇડર તાલુકાની તમામ માધ્યમિક શાળાઓ ના 50 આચાર્યોની એક બસ તથા તાલુકાની દરેક શાળાની બે- બે બસમાં વિદ્યાર્થીઓને મુન્દ્રા પોર્ટની મુલાકાતે લાવ્યા હતા. જેમાં અદાણી પાવર , અદાણી સોલર પ્લાન્ટ , અદાણી પોટ સેઝ તથા વિલ્મર પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી, અદાણી કંપની દ્વારા વિદ્યાર્થીઓ અને આચાર્યોને એ.સી. બસમાં લાવવા લઈ જવાની ખૂબ સુદર સગવડ તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઔદ્યોગિક પ્રવાસમાં રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખશ્રી ભાનુભાઈ પટેલ, જિલ્લા પૂર્વ પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ વર્તમાન પ્રમુખશ્રી મોગજીભાઈ પટેલ, જ્યોતિ હાઇસ્કુલ, ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ તથા તમામ આચાર્યશ્રીઓએ અદાણી ઓથોરિટીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!