*એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગરમાં વાર્ષિકોત્સવ – વસંતોત્સવ ઉજવાયો
અહેવાલ:- પ્રતિક ભોઈ
*એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગરમાં વાર્ષિકોત્સવ – વસંતોત્સવ ઉજવાયો.*
એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગરમાં તા.૨૮/૨/૨૦૨૫ના રોજ વાર્ષિકોત્સવની – ઉજવણી કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. કોલેજના આચાર્યશ્રી ડૉ. પ્રવિણભાઇ વી ચૌધરીના પ્રાસંગિક ઉદબોધન બાદ .કોલેજના શૈક્ષણિક,સાંસ્કૃતિક,રમત ગમત,એન.એસ.એસ. તેમજ એન.સી.સી. જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર તેજસ્વી તારલાઓનું પ્રમાણપત્રો તેમજ ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કોલેજના સાંસ્કૃતિક વિભાગ તેમજ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક થકી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર આયોજન સાંસ્કૃતિક વિભાગના સંયોજક તેમજ પ્રોગ્રામ ઓફિસર ડો મહેશ પટેલ, ડૉ.પ્રજ્ઞેશ ત્રિવેદી તેમજ પ્રા.લીલાબેન પટેલે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કુ.કિંજલ ચૌધરી અને ઇશા પરમારે કર્યું હતું.કોલેજના અઘ્યાપકો તેમજ વહીવટી વિભાગના સહયોગ થી કાર્યક્રમ સફળ રહ્યો.