વાર્ષિકોત્સવ: 26 તેજસ્વી વિદ્યાર્થિનીને ચાંદીના સિક્કાથી નવાજવામાં આવી, 8 સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા
અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગરની મહિલા કોલેજનો
વાર્ષિકોત્સવ: 26 તેજસ્વી વિદ્યાર્થિનીને ચાંદીના સિક્કાથી નવાજવામાં આવી, 8 સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા
હિંમતનગરના મહેતાપુરામાં એમ.એમ.આઇ ટ્રસ્ટ સંચાલિત ધ સર્વોદય નાગરિક સહકારી બેંક લિ.
મહિલા આર્ટસ કોલેજમાં 30મો વાર્ષિકોત્સવ ઉજવાયો. આ પ્રસંગે શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 26 વિદ્યાર્થિનીને ચાંદીના સિક્કા અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી.
|કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ 8 રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. આ પ્રસંગે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ ના ચિફ્કમિશ્નર અતુલભાઇ દીક્ષિત એ રેન્જર્સ બહેનોએ તમિલનાડુ ખાતે ની જાંબુરિ મા સારો દેખાવ કર્યો તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.તેમજ મુસ્લિમ સમાજ ને ચાલુ પ્રવાહ મા ભળી જવા જણાવ્યું હતું. હિંમતનગર તાલુકા ભાજપા પ્રમુખ હિતેન્દ્રભાઇ પટેલ, મુખ્ય મહેમાન તરીકે ડૉ.રફીક વસીવાલા ઉપસ્થિત રહ્યા. સર્વોદય બેંકના એમ.ડી. ઈમરાન વલજીવાલા, પટણી સુન્ની જમાતના સેક્રેટરી રફીકભાઈ વેકર્યા પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા.
કેળવણી મંડળના પ્રમુખ અને કારોબારી સદસ્યો, આચાર્ય, પ્રોફેસર તેમજ વિદ્યાર્થિનીઓ અને વાલીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. BA અને MAમાંથી વિદાય લેતી વિદ્યાર્થિનીઓના સન્માન સાથે વાર્ષિકોત્સવમાં સહયોગ આપનાર દાતાઓનું પણ મંડળ અને કોલેજ દ્વારા સન્માન કરવામાં આવ્યું.