HIMATNAGARSABARKANTHA
નાગલપુર ખાતે બક્ષીપંચ મોરચા પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા મેમ્બર શ્રી માનનીય મયંકભાઇ નાયક સાહેબની હાજરી માં સુંદર કાર્યક્રમ યોજવા મા આવ્યો
અહેવાલ:- પ્રતિક ભોઈ
“કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ” કાર્યક્રમ અંતર્ગત આજે #નાગલપુર ખાતે બક્ષીપંચ મોરચા પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા મેમ્બર શ્રી માનનીય મયંકભાઇ નાયક સાહેબની હાજરી માં કાર્યક્રમ માં સુંદર કાર્યક્રમ યોજવા મા આવ્યો નવા બાળકોને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરાયેલી આ કાર્યક્રમના 11 માં વર્ષની ઉજવણી માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આયોજન કર્યું છે. આ કાર્યક્રમ માં
લોકો ઉત્સાહથી ભાગ લીધો. આ કાર્યક્રમમાં શ્રી અંબાલાલભાઈ પટેલ,શ્રી કાનજીભાઈ દેસાઈ, શ્રી બાબુભાઈ પટેલ,
શ્રી ગફુરભાઈ દેસાઈ,શ્રી હિતેશ રાયકા ,અનિલ દેસાઈ, નવીન પરમાર ,અનિલ ઠાકોર સહિત તમામ કાર્યકર્તાઓ અને ગ્રામજનો અને શાળાના બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા…..